માર્કેટીંગ યાર્ડમાં ગઇકાલે એક દિવસમાં ૧૦૪૮ ખેડૂત આવતા આવેલી ૫૪૪૧૪  મણ જણસની હરાજી થતાં રૂ.૫.૭૭ કરોડનો વેપાર થયો હતો. સૌથી વધુ આવક ઘઉંની અને ભાવ અજમાના બોલાયા હતાં. માર્કેટ યાર્ડમાં સપ્તાહથી જણસની ધૂમ આવક થતાં તેજીનો ઘમઘમાટ જોવા મળી રહ્યો છે.

યાર્ડમાં શુક્રવારે ૧૦૪૮ ખેડૂત આવતા જુદી-જુદી જણસોની ૫૪૪૧૪ મણ આવક થઇ હતી. જે તમામ જણસની હરાજી થઇ જતાં એક દિવસમાં યાર્ડમાં રૂ.૫૭૭૧ ૬૯૭૬નો વેપાર થયો હતો. યાર્ડમાં સૌથી વધુ ૧૦૫૩૬ મણ ઘઉંની આવક થઇ હતી.

તદ્ઉપરાંત મગની ૫૩૯૭, ચણાની ૬૮૦૦, મગફળીની ૩૧૧૫, એરંડાની ૫૧૩૮, તલની ૩૨૨૪, રાયડાની ૩૮૭૨, લસણની ૪૨૮૪, અજમાની ૨૨૦૫ અને અજમાની ૩૫૮૫ મણ આવક થઇ હતી. હરાજીમાં ૨૦ કીલો ઘઉંના ભાવ રૂ.૩૦૦ થી ૩૬૮, મગના રૂ.૧૨૦૦ થી ૧૩૦૦, અડદના રૂ.૧૨૫૫ થી ૧૩૬૬, તલના રૂ.૧૪૦૦ થી ૨૦૮૧, રાયડાના રૂ.૯૦૫ થી ૧૨૪૦, લસણના રૂ.૫૦૦ થી ૧૨૮૫, જીરૂના રૂ.૧૯૦૦ થી ૨૪૮૦, અજમાના રૂ.૨૧૦૦ થી ૨૮૦૦ બોલાયા હતાં. યાર્ડમાં છેલ્લા એક સપ્તાહથી જણસોની ધૂમ આવકથી તેજીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.