સાગર સંઘાણી
જામનગરમાં ભારત તિબબત સંઘના પ્રદેશ મહિલા સચિવ અને ભાજપના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા લવ જેહાદ ઉપર જાગૃતિનું કામ કરતી કેરલા સ્ટોરી ફિલ્મ બેહનો ને બતાવવામાં આવી હતી.
મેહુલ સીનેમેક્સ માં યોજાયેલા આ ખાસ શોમાં જામનગરના પ્રભારી પલ્લવીબેન ઠાકર,પૂર્વ મેયર અને પવન હંસ ના ડાયરેકટર અમીબેન પરીખ,જામનગરની કોલેજની વિદ્યાર્થીનીઓ, અલગ અલગ મહિલા સંસ્થાઓના હોદ્દેદારો તેમજ કોર્પોરેટર બેહનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે જામનગરના ભાજપ પ્રભારી પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે ભારત તિબબત સંઘ જામનગર અને કોર્પોરેટર ડિમ્પલબેન રાવલને હું અભિનંદન પાઠવું છું જેમને લવ જેહાદ સામે અને કોલેજની યુવતીઓમાં જાગૃતતા લાવવા આ બીડું ઝડપ્યું અને 200 થી વધુ બહેનોને આ ફિલ્મ વિનામૂલ્યે બતાવી, આ તકે ભારત તિબબત સંઘના પ્રદેશ મહિલા સચિવ અને કોર્પોરેટર ડિમ્પલબેન રાવલે જામનગરની મહિલા સંસ્થાઓ અને યુવતીઓનો આભાર વ્યક્ત કર્યો હતો કે તેમના આ પ્રયાસ માં તેવો જોડાયા.
સમગ્ર પ્રોજેકટ ને સફળ બનાવવા માટે જામનગર ભારત તિબબત સંઘના મહિલા અધ્યક્ષ પાયલબેન શર્મા, પૂર્ણિમાબેન નંદા, દિશીતાબેન પંડયા સહિતના બહેનોએ જહેમત ઉઠાવી હતી.