જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લા પંચાયત પ્રમુખની ઓફિસમાં મારામારીના દ્રશ્યો સર્જાયા થયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા ઓફિસમાં ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામના સરપંચ વિપુલભાઈ કગથરા વિકાસના કામની રજૂઆત કરવા આવ્યા હતા. જે દરમિયાન જિલ્લા પંચાયતના સભ્ય અને પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન લગ્ધીરસિંહ જાડેજાએ ખેંગારકા ગામના સરપંચને ફડાકા વારી કરી હતી. ખારવા જીલ્લા પંચાયત બેઠકના જિલ્લા પંચાયત સભ્ય અને જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન લગ્ધીરસિંહ જાડેજાને પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાએ લગ્ધીરસિંહ જાડેજાને પોતાના જિલ્લા પંચાયત સીટમાં આવતા ગામના વિકાસના કામ માટે આવેલા ધ્રોલના ખેંગારકા ગામના સરપંચ વિપુલભાઈ રજૂઆત કરી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખની ઓફિસમાં ધ્રોલમાં ખેંગારકા ગામના સરપંચ વિકાસ કામોની રજૂઆત અર્થે આવ્યા હતા
તે દરમિયાન જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન લગ્ધીરસિંહ જાડેજા ઉગ્ર થયા હતા. ખેંગારકા ગામના સરપંચને ફડાકા વારી કરી હતી અને ગાળો ભાંડી હતી. બાદમાં કહ્યું કે હાલ જાવા દે આજ પછી જિલ્લા પંચાયતમાં પગ ના મુકતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જિલ્લા પંચાયતની પ્રમુખની ઓફિસમાં અફરાતફરી અને સોપો બોલી ગયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ પણ ચેમ્બર છોડીને જતા રહ્યા હતા. ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામના સરપંચ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હું ગામના વિકાસના કામ અર્થે ગયો હતો ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખે લગત ખારવા સીટના સભ્ય લગધીરસિંહ જાડેજાને ખેંગારકા ગામમાં વિકાસના કાર્યો માટે કોઝવેનું પુલનું કામ અર્થે રજૂઆત કરી હતી તે દરમિયાન લગ્ધીરસિંહ જાડેજાએ સરપંચનો કોલર પકડી ફડાકા વાળી કરી હતી અને મારી નાંખવાની ધમકી આપી હતી તેવું ખેંગારકા ગામના સરપંચ વિપુલભાઈ જણાવ્યું હતું.
ભાજપના સત્તાધીશો સત્તાના નશામા જિલ્લા પંચાયત જામનગરમા પ્રમુખની ચેમ્બરમા ધ્રોલ તાલુકાના ખેનગારકા ગામના સરપંચ પોતાના ગામના વિકાસના કામ માટે આવેલ ત્યારે ત્યા ઉપસ્થિત શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા ફડાકા વારી કરી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી પ્રમુખની હાજરીમા બનાવ બન્યો છે. ઘટનામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લગ્ધીરસિંહ જાડેજાએ કહ્યું હતું કે ખેંગારકા ગામમાં ઉપસરપંચ અને આગેવાનો દ્વારા કોઝવે નબળું કામ થતું હતું તેવી રજૂઆત કરવામાં આવી હતી. જેથી વિપુલભાઈ કરીને જિલ્લા પંચાયત પ્રમુખની ઓફિસમાં આવ્યા ત્યારબાદ જિલ્લા પંચાયત પ્રમુખ એ મને બોલાવ્યા અને મારી સાથે ગાળાગાળી જેવું વર્તન કર્યું હતું. અને મેં માર મારવાની કે ગાળો આપવાની વાત તદ્દન ખોટી છે અને અફવા ફેલાવી છે અને મને બદનામ કરવાનું કામ કર્યું છે.