- જામનગર નજીક મોરકંડા પાટીયા પાસે અજ્ઞાત વાહનના ચાલકે કારને ટક્કર મારી દેતાં કાર ડિવાઇડર પર ચડી ગઈ: ચાલકને ઈજા
જામનગર ન્યૂઝ : જામનગર નજીક મોરકંડા ગામના પાટીયા પાસે ગઈકાલે રાત્રે કોઈ ભારે વાહન ના ચાલકે એક કારને પાછળથી ટક્કર મારી દેતાં કાર અકસ્માતે કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી, અને તેનો ચાલક ઘાયલ થયો છે. આ અકસ્માત ના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક મોરકંડા ગામના પાટિયા પાસેથી જી.જે.૧૦- સી.એ .૦૦૯૭ નંબરની કાર નો ચાલક પોતાની કાર લઈને જામનગર તરફ આવી રહ્યો હતો, પાછળથી કોઈ ભારે વાહન ના ચાલકે કારને ટક્કર મારી દેતાં કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી, અને કારમાં નુકસાની થઈ હતી.
જે અકસ્માતમાં કાર ના ચાલક ને પણ ઈજા થઈ હોવાથી ત્યાંથી પસાર થનાર અન્ય વાહન ચાલકોએ તેને બહાર કાઢ્યો હતો, અને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડયો છે. સમગ્ર અકસ્માત મામલે પંચકોશી એ. ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાગર સંઘાણી