જામનગરને પાણી પુરૃં પાડતાં જળાશયો ખાલીખમ હોય અને આવનારા દિવસોમાં પીવાનાં પાણીની તકલીફ ઉભી થનાર હોય આથી સરકારે આગોતરા આયોજન રૂપે ઘડી કાઢેલ યોજના અન્વયે સૌની યોજનાં અન્વયેનાં પાણીનો જથ્થો આજી-૩ ડેમમાં ગતરાત્રે આવી પહોંચ્યો હતો. આથી આવતા ઉનાળામાં ગંભીર કટોકટીનાં સમય દરમ્યાન પણ જામનગરને નિયમિત પાણી મળતું રહેશે. એટલે કે લોકોને પાણી માટે ભટકવું પડશે નહીં.
વડાપ્રધાન મોદી જ્યારે મુખ્યમંત્રી હતાં ત્યારે સૌની યોજના હેઠળ નર્મદાનાં પાણી સૌરાષ્ટ્રનાં છેવાડાનાં ગામોને પહોંચાડવા સંકલ્પ કર્યો હતો. ત્યારે આજી-૩ ડેમમાં સૌની યોજનાં હેઠળ પાણીનો જથ્થો ઠાલવી છેવાડાનાં વિસ્તારોમાં પાણી પહોંચાડવા યોજનાં બનાવાઈ હતી. અને તેનું અમલીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. જામનગરમાં આગામી માસથી ૫ીવાનાં પાણીની સમસ્યા મોઢું ફાડીને ઉભી થનાર છે. પરંતુ આ માટે સરકાર અને જામનગર મહાનગરપાલિકાનાં અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા આ સમસ્યાનો નિરાકરણ માટે આગોતરૃં આયોજન કરવામાં આવ્યું છે.
જ્યારે સ્થાનિક સોર્સ ખુંટી પડશે ત્યારે જામનગરમાં સંપૂર્ણ આધાર નર્મદાના નિર ઉપર હોય આ નિરનો વધુ જથ્થો મળે તે માટે સૌની યોજનાં હેઠળ મચ્છુ-ર ડેમમાં અને ત્યાંથી પમ્પીંગ કરીને આજી-૩ ડેમમાં નર્મદાનાં નિર ઠાલવવા નિર્ણય લેવાયો હતો. જેના ભાગરરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૃપિયાનો ખર્ચે પાઈપ લાઈન અને મશીનરી પાછળ કરવામાં આવ્યો હતો. આખરે ઈંતેજાર ખતમ થયો અને ગત રાત્રે નર્મદાનાં નિર આજી-૩ ડેમમાં આવી પહોંચ્યા હતાં.
જામનગર મહાનગરપાલિકાનાં વોટર વર્ક્સ શાખાનાં અધિકારી ડી.એસ. છત્રાળાના જણાવ્યા પ્રમાણે આજી-૩માં ગત રાત્રે મચ્છુ ડેમમાંથી નર્મદાનાં પાણી આવી પહોંચ્યા હતાં.
દરરોજ ૧૭ એમસીએફટી એટલે કે ૪રપ એમએલડી પાણી આજી-૩ ડેમમાં ઠાલવાશે. કુલ ૬૦૦ થી વધુ એમસીએફટી એટલે કે ૧૬૮૦૦ એમએલડી પાણી આજી-૩માં ઠાલવાશે અને ત્યાંથી આ પાણીનો જથ્થો ખીજડીયા સમ્પ થઈ જામનગર સુધી લાવવામાં આવશે.
જામનગરમાં આજે એકાંતરા પાણી વિતરણ માટે દરરોજ ૧૧૦ એમએલડી પાણીની જરૃરિયાત રહી છે.જેમાં રપ સસોઈ, રપ ઉંડ-૧, રપ આજી-૩, અને નર્મદાનાં ૩પ એમએલડી પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આગામી માસથી સ્થાનિક સોર્સ ખલાસ થઈ જશે ત્યારે સંપૂર્ણ આધાર નર્મદાનાં નિર ઉપર રહેલો છે. પરિણામે માર્ચ થી જુલાઈ માસ સુધીનાં કપરા સમયમાં નગરજનોને કોઈ તકલીફ ન પડે તે માટે આગોતરૃં આયોજન પાર પાડવામાં આવ્યું છે અને તેનો અમલ શરૃ થઈ
ગયો છે.