Abtak Media Google News

 જામનગર મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવાનો  પ્રારંભ Screenshot 9 1

જામનગર સમાચાર

જામનગર શહેરના એરફોર્સ થી ટાઉનહોલ સુધી સીટી બસ સેવાનો લાભ વોર્ડ નંબર 6 ના સ્થાનિકોને મળતો હતો જે છેલ્લા ઘણા વર્ષોથી સીટી બસ સેવા બંધ કરવામાં આવતા એરફોર્સ થી ટાઉનહોલ સુધીના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.Screenshot 7 1

વોર્ડ નંબર 6 ના સ્થાનિકોએ ફરીથી એરફોર્સ થી ટાઉનહોલ સુધીની બસ સેવા શરૂ કરવા માંગ કરી હતી જેને ધ્યાને લઈ જામનગર મહાનગરપાલિકા દ્વારા એરફોર્સથી ટાઉનહોલના રૂટ ની સીટી બસ સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.Screenshot 8

જામનગર શહેરના વોર્ડ નંબર છ માં નીલકંઠ ગેટ પાસે સીટી બસ લોકાર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજરોજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે લીલી ઝંડી આપી સિટી બસનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તેમજ કૃષિ મંત્રીની સાથે ધારાસભ્ય રિવાબા જાડેજા મેયર બીનાબેન કોઠારી શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા વોર્ડ નંબર છ ના કોર્પોરેટર જશુબા ઝાલા સહિતના મહાનુભાવોએ સીટી બસની મુસાફરી કરી આનંદ માણ્યો હતો.

 

સાગર સંઘાણી 

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.