જામનગર સાંસદ અને ધારાસભ્ય વચ્ચે તુંતું  મેંમેં 

Screenshot 7 9

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે મારી માટી મારો દેશ કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જે દરમિયાન શહેર ભાજપના મુખ્ય હોદ્દેદારો વચ્ચેનો ઝઘડો આજે જાહેરમાં સામે આવ્યો હતો.   ધારાસભ્ય મેયરને ઓકાતમાં રહેજો તેમ સંબોધીને સર્વે હોદ્દેદારો વગેરેની હાજરીમાં સંભળાવી દેતાં ભાજપના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે.કાર્યક્રમ દરમિયાન સાંસદ પણ હાજર હતા અને તેઓએ પણ વડીલની ભૂમિકામાં રહીને દરમિયાનગીરી કરી હતી. આખરે રિવાબા કાર્યક્રમ પૂર્ણ કરી અને જતા રહ્યા પછી મામલો શાંત થયો હતો.

Screenshot 8 6
જામનગર મહાનગરપાલિકા દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમ આજે સવારે ૯.૦૦ વાગ્યે રણમલ તળાવના ગેટ નંબર એક પાસે રાખવામાં આવ્યો હતો. જેના મુખ્ય મહેમાન તરીકે નગરના મેયર બીનાબેન કોઠારી હતા, જ્યારે વિશેષ ઉપસ્થિતિમાં સાંસદ પૂનમબેન માડમ, તેમજ પ્રેરક ઉપસ્થિતિમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને ધારાસભ્ય રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

મહાનગરપાલિકાના કમિશનર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મહાનગરપાલિકાના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે કાર્યક્રમ દરમિયાન પ્રોટોકોલ જાળવવા જેવી બાબત તેમજ અન્ય કોઈ બાબતે ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી સાથે ઝકમક ઝરી હતી. થોડી ક્ષણો પછી તો ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો હતો, અને એક તબક્કે ધારાસભ્ય રીવાબાએ મેયર બીનાબેન કોઠારીને સંભળાવી દીધું હતું કે ‘તમારી ઔકાતમાં રહેજો.’Screenshot 9 6

જેથી બીનાબેન કોઠારી પણ નારાજ થયા હતા, અને તેઓએ કહ્યું હતું કે હું મારી ઓકાતમાં છું અને તમે આજના કાર્યક્રમ મેયર ના અધ્યક્ષ સ્થાને છે અને કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેવી વાત કહી હતી.
આ લડાઈ વખતે સાંસદ પૂનમબેન માડમ પણ હાજર રહ્યા હતા અને વડીલની ભૂમિકા ભજવીને મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો.

જોકે રીવાબાએ સાંસદને પણ વડીલની ભૂમિકા સારી રીતે નિભાવો એવું કહ્યું હતું. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપના પ્રમુખ વિમલભાઈ કગથરા જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ વગેરેએ દરમિયાનગીરી કરી હતી, અને મામલો શાંત પ
પાડવાનો પ્રયત્ન કર્યો હતો.ત્યારબાદ ધારાસભ્ય રિવાબા જાડેજા કાર્યક્રમ પૂર્ણ કરીને કાર્યક્રમના સ્થળ પરથી નીકળ્યા હતા, ત્યારબાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

જામનગર શહેર ભાજપના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી શખડ ડખળ ચાલી રહ્યું છે. પરંતુ આજે મામલો ચરમશીમાએ પહોંચ્યો હતો, અને જાહેરમાં ઓકાત દેખાડવાની વાતો થઈ, અને સમગ્ર ઘટના અનેક મીડિયા કર્મીના કેમેરાઓમાં પણ કેદ થઈ હતી.જે શહેરના તમામ સોશિયલ મીડિયામાં આ જ એકમાત્ર બનાવ વિશેષ રૂપે ચર્ચા નું કેન્દ્ર બન્યો છે, અને વિડિયો ક્લિપિંગ ફરી રહ્યા છે.જેથી જામનગર શહેર ભાજપ ના વર્તુળમાં ભારે હલચલ મચી ગઈ છે અને આ પ્રકરણના પડઘા છેક ગાંધીનગર અથવા દિલ્હી સુધી પહોંચે તેમ પણ મનાઈ રહ્યું છે.

 

સાગર સંઘાણી 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.