ડેન્ટલ કોલેજમાં બે દિવસમાં 400 બેડ કાર્યરત થઈ જશે
રાજ્યભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દિન-પ્રતિદિન સંક્રમણ વધી રહ્યું છે. વધતા જતા સંક્રમણને કાબુમાં લેવા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અનેક પગલાં લેવાઇ રહ્યાં છેજ્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ મહામારી સામે લડવામાં લોકોને મદદ કરવામાં આવી રહી છે. જ્યારે જામનગરમાં એક હજાર બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધના ધોરણે નિર્માણ કાર્ય ચાલું કરવામાં આવ્યું છે. જેનું સંચાલન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કરશે. જામનગરની ડેન્ટલ કોલેજમાં એક હજાર બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધના ધોરણે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જરૂરી સાધનો, સુવિધા હાલમાં તૈયાર કરવામાં આવી રહી છે. કોરોના દર્દીની સારવાર માટે શહેરમાં એક વધુ સુવિધા શરૂ થતાં લોકોને રાહત થશે. ડેન્ટલ કોલેજમાં એક હજાર બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધના ધોરણે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કોવિડ હોસ્પિટલમાં જરૂરી સાધનો, સુવિધા હાલમાં તૈયાર કરવામાં આવી રહી છે. અહીં બે દિવસમાં જ ઓક્સિજનની સુવિધા સાથેના 400 બેડ કાર્યરત થઈ જશે. જયારે અઠવાડિયામાં જ વધુ 600 બેડ તૈયાર કરવામાં આવશે. આ હોસ્પિટલ કાર્યરત થતા જામનગરની સાથે જ દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લાના કોરોના દર્દીઓને પણ ઉત્તમ સારવાર મળી રહેશે.
જિલ્લામાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો, 707 નવા કેસ નોંધાયા
જિલ્લામાં કોરોનાના કેસની ગતિમાં નજીવો ઘટાડો નોંધાયો છે. જો કે, આજે પણ જિલ્લામાં 700ને પાર 707 કેસ નોંધાયા છે. જામનગર જિલ્લામાં જે કેસ નોંધાયા છે. જેમાં 398 કેસ શહેરી વિસ્તારમાં અને 309 કેસ ગ્રામ્ય વિસ્તારમાં મળી કુલ 707 કેસ નોંધાયા છે. તો 385 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહેતા આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો આજે કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 80 થી વધુ દર્દીઓના મોત નિપજ્યા હતા. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 35 હજાર 187 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 251907 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.