જામનગર શહેરમાં વાહનચોર ટોળકી ફરી સક્રિય બની છે, અને શહેરમાંથી સમર્પણ સર્કલ અને કલેક્ટર કચેરીના પટાંગણ માંથી બે મોટર સાયકલોની ઉઠાંતરી કરી જઈ પોલીસ તંત્રને પડકાર ફેંક્યો છે. જામનગરમાં સાધના કોલોની નજીક સિદ્ધિવિનાયક પાર્ક શેરી નંબર 9 માં રહેતા તુષારભાઈ રાજશીભાઇ રાવલીયા નામના યુવાને સમર્પણ સર્કલ નજીક હોસ્પિટલના ગેઇટ ની પાસે પાર્ક કરેલું પોતાનું મોટર સાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસમાં મથકમાં નોંધાવી છે.
આ ઉપરાંત મસીતીયા ગામના હનીફભાઈ જુમાભાઈ ખફી નામના યુવાને જામનગરની જિલ્લા કલેક્ટર કચેરીના પાર્કિંગમાં રાખેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસમાં નોંધાવી છે.