જામનગર માં સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જી.જી. હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં 6500 લોકોને રસી આપવામાં આવી છે.જેમાં ફ્રંટલાઈન વર્કર્સ, હેલ્થલાઈન વર્કર્સ, સિનિયર સિટિઝન, અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ 6 હજારથી વધુ લોકોમાં 2 હજારથી વધુ હેલ્થકેર વર્કર્સ અને 2569થી વધુ ફ્રંટલાઈન વર્કર્સને આવરી લેવામાં આવ્યા છે. જી.જી. હોસ્પિટલમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આજ દિન સુધી(20 માર્ચ,2021)2011 હેલ્થકેર વર્કર્સ(આરોગ્યકર્મી)ઓને અને 2569 ફ્રંટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી છે. આ ઉપરાંત 1900 થી વધુ સિનિયર સિટિઝનને રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે. આ રસીકરણ ઝુંબેશમાં 45 વર્ષથી વધુ અને 60 વર્ષથી નીચેના પણ કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા લોકોને પણ રસીકરણમાં પ્રાથમિકતા આપવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા હતા. જેમને પણ રસી આપવામાં આવી છે. જી.જી. હોસ્પિટલ ખાતે પણ તાલીમબધ્ધ સ્ટાફ, અને અતિ કો-ઓપરેટીવ વાતાવરણમાં પોતાને રસી મળી તેમ સંતોષ વ્યકત કરતા સીનીયર સિટિઝન દંપતી હરસુખલાલ ભારદીયા અને અરુણાબેન ભારદીયા કહે છે કે, અમે દંપતીએ રસી મૂકાવી, જી.જી. હોસ્પિટલ ખાતે ખૂબ સરળતાથી આ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રસી લેતા સમયે અને લીધા બાદ પણ અમને કોઇ જ તકલીફ થઇ નથી. આ સાથે હરસુખભાઇ અન્યોને પ્રેરણા સાથે જ નમ્ર અરજ કરતા કહે છે કે, આ રસી ખૂબ સુરક્ષિત છે અને તેનાથી કોઇ આડઅસર નથી ત્યારે દરેક સિનિયર સિટિઝન આ રસી મૂકાવી સુરક્ષિત બને. કરવામા આવ્યું. જી.જી. હોસ્પિટલમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આજ દિન સુધી(20 માર્ચ,2021)2011 હેલ્થકેર વર્કર્સ(આરોગ્યકર્મી)ઓને અને 2569 ફ્રંટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી છે. આ ઉપરાંત 1900 થી વધુ સિનિયર સિટિઝનને રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે.
વધુમાં વધુ લોકોને રસી મળે તે માટે પ્રયાસો શરૂ
જામનગરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જી.જી. હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં 6500 લોકોને રસી આપવામાં આવી છે.જેમાં ફ્રંટલાઈન વર્કર્સ, હેલ્થલાઈન વર્કર્સ, સિનિયર સિટિઝન, અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ 6 હજારથી વધુ લોકોમાં 2 હજારથી વધુ હેલ્થકેર વર્કર્સ અને 2569થી વધુ ફ્રંટલાઈન વર્કર્સને આવરી લેવામાં આવ્યા છે.