મૂર્તિકારો 50 ટકા કામ બીબાથી અને 50 ટકા કામ હાથથી કરે છે

શહેરમાં માટીની ગણપતિજી ની મૂર્તિ વિભાપરનો સફેદ બુટવો, મોરબીની લાલ માટી અને કાળી માટીના મિશ્રણથી બનાવવામાં આવે છે. ગણપતિજીની એક પ્રતિમા બનતા 5 કલાકનો સમય લાગે છે. જેમાં 50 ટકા કામ બીબાથી અને 50 ટકા કામ હાથથી કરવામાં આવે છે.

ત્યારબાદ ગણપતિજીના સૂંઢ અને હાથને અલગથી જોડવામાં આવે છે. આ વર્ષે પાંચ ફૂટથી ઊંચી પ્રતિમા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને કારણે 6 ઇંચથી સાડા ચાર ફૂટ સુધીની પ્રતિમા બનાવવામાં આવી છે. જેની કિંમત રૂા.100 થી લઈને 5 હજાર સુધીની છે. માટીના ગણપતિની મૂર્તિ અને તેમાં સામાન્ય વોટર કલરનો ઉપગોગ કરાયો હોવાથી વિસર્જન કર્યા પછી મૂર્તિ અડધીથી પોણી કલાકમાં ઓગળી જાય છે.

માટીના ગણપતિ બનાવવાની પ્રક્રિયા: પહેલા મશીનની અંદર ત્રણે માટી મિકસ કરાય છે. ત્યારબાદ એક દિવસ સુધી તેના મૂકી રાખવામાં આવે છે. ત્યારબાદ અન્ય મશીનમાં માટીને ઘટ થવાની પ્રક્રિયા કરવા માટે મૂકવામાં આવે છે. ગણપતિજીના આગલા અને પાછલા ભાગને બીબામાં ઢાળી એક દિવસ સુધી રાખી મુકવામાં આવે છે. બીજા દિવસે બીબાને ખોલીને પાણીથી ફીનીશીંગ કરવામાં આવે છે. ગણેશજીની સૂંઢ અને હાથને અલગથી જોડવામાં આવે છે. ગણપતિજીનો કલર દ્વારા શણગાર કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.