Jamnagar : વરસાદ બાદ મોટા ભાગના માર્ગો બિસ્માર બન્યા છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. પવનચક્કી સર્કલ નજીક આવેલા ખાડામાં પોસ્ટર લગાવી તેમજ નારા બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ ત્યાર બાદ ખાડો બુરીને વિરોધ નોંધાવામાં આવ્યો હતો. આ તકે કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, જામનગરમાં માર્ગો ખખડધજના પર્યાય બની ગયા છે. તેમજ વરસાદ બાદ મોટાભાગના માર્ગો પર ખાડા અકસ્માતનું મો ફાડીને ઉભા છે. આ દરમિયાન શહેરના મોટાભાગના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા આ અંગે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા જામનગર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરાયો હતો. આ સાથે પવનચક્કી સર્કલ નજીક આવેલા ખાડામાં પોસ્ટર દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત ‘ હું છું જામનગર નો ભુવો એટલે ખાડો’, મારું સ્થાન પવનચક્કી છે. હું કોઈકનો જીવ લઈશ. જેવા પોસ્ટર સાથે ખાડો બુરીને વિરોધ નોંધાવામાં આવ્યો હતો. તેમજ આ તકે કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સાગર સંઘાણી