58 દિવાની મહાઆરતીનો લાભ લઈને ભાવિકોએ ધન્યતા અનુભવી

અબતક, જામનગર

શહેરના વિશ્વ પ્રખ્યાત બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂનનો 58માં વર્ષમાં પ્રવેશ થતાં 58 દિવાની મહાઆરતી યોજાઇ. કોરોના ગાઇડલાઇન સાથે મોટી સંખ્યામાં ભક્તોએ મહાઆરતીનો લાભ લીધો હતો. વિશ્વ પ્રખ્યાત બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂન આજે 58 વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે 58 દિવાની મહાઆરતી યોજાઇ હતી. બાલા હનુમાન મંદિર જામનગરની ધર્મ પ્રેમી જનતાને આસ્થાનું પ્રતિક પણ માનવામાં આવે છે. જામનગરમાં બાલા હનુમાન મંદિરમાં ચાલતી અખંડ રામધૂનનો 58 વર્ષમાં પ્રવેશ થયો છે. જેમાં વિશેષ મહાઆરતી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યાં અને દર્શનનો લાવો લીધો હતો. આરતી દરમિયાન સમગ્ર મંદિર ભક્તિમય બની ગયું અને શ્રી રામ જય રામ જય જય રામના નામથી ગુંજવા લાગ્યું હતું.બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધુન 58 વર્ષમાં પ્રવેશ થતાં દરેક ભક્તોએ કોરોના મહામારી સંક્રમણમાં સરકારની ગાઈડલાઈન મુજબ સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન અને માસ્ક પહેરીને દર્શન કરી કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન પણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.