2019ની સાલમાં 38 લાખનો માલ સામાન ખરીદ કર્યા પછી બાકી રહેલા 23 લાખની છેતરપિંડીની ફરિયાદ
જામનગરના બ્રાસપાટના એક ઉદ્યોગકાર સાથે 23 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે, અને મેરઠના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવાઇ છે.2019 ની સાલમાં 38 લાખનો માલ સામાન ખરીદ્યા પછી 23 લાખની રકમ બાકી રાખી દઇ આજ દિન સુધી પરત કરી હતી ઉંઘરાણી કરશે તો જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે. પોલીસે તપાસનો દોર મેરઠ સુધી લંબાવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ઓશવાળ કોલોની વિસ્તારમાં કંચન મણી એપાર્ટમેન્ટમાં રહેતા અને ઉદ્યોગ નગર વિસ્તારમાં ગો- મેક્ષ ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ધરાવતા જ્યોતભાઈ ધીરજલાલ ખીમસીયા નામના મહાજન વેપારીએ પોતાની સાથે રૂપિયા 23,72,615ની છેતરપીડી કરવા અંગે ઉત્તર પ્રદેશ નામની પેઢીના ભાગીદાર પ્રમોદ અગ્રવાલ તેમજ અનિલ અગ્રવાલ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીની પેઢીમાંથી બંને આરોપીઓએ રિકોવેન્જર નામની પેઢી મારફતે 2019 ની સાલમાં 38,31,018 નો માલ સામાન ખરીદ કર્યો હતો, જે અંગેની કેટલીક રકમ જે તે વખતે ચૂકવી હતી.
પરંતુ 23લાખ ની રકમ આપવાની બાકી હતી, તે લાંબા સમયથી ચુકવવામાં આવતી ન હતી, પરંતુ બંને ભાગીદારો પૈસા ચૂકવતા ન હતા અને ફરીથી પૈસા માંગશે તો જાનથી માટી નાખવાની ધમકી ઉચ્ચારતા આખરે મામલો સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો દોર ઉત્તર પ્રદેશના મેરઠ સુધી લંબાવ્યો છે.