- હાજીપીર થી દર્શન કરીને પરત ફરી રહેલા જામનગરના બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- આગળ જઈ રહેલા ટ્રકની પાછળ બાઈક ધડાકા ભેર અથડાઈ પડતાં એક યુવાનનો ભોગ લેવાયો: અન્ય એક યુવાનને ઇજા
જામનગર ન્યૂઝ : જામનગરના બેડી વિસ્તારમાં રહેતા બે યુવાનો જામનગર થી બાઇકમાં હાજીપીરના ઉર્ષ ના કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરતી વેળાએ જોડિયાના કેશિયા નજીક અકસ્માત નડ્યો હતો. આગળ જઈ રહેલા ટ્રકની પાછળ બાઇક ઘુશી જતાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક યુવાનનો ભોગ લેવાયો છે, જ્યારે બીજા યુવકને ગંભીર ઈજા થઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતો અહેમદ મુસાભાઈ ભોકલ નામનો ૩૦ વર્ષ નો યુવાન પોતાના મિત્ર ઈમ્તિયાઝ અનવરભાઈ સાંગાણી (ઉંમર વર્ષ ૩૦) સાથે બાઈક પર બેસીને હાજીપીરના ઉર્ષ માં ગયા હતા, અને ત્યાંથી તેઓ જામનગર બાઇકમાં પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન તેઓનું બાઈક જોડિયા તાલુકાના કેશિયા ગામ નજીક આગળ જઈ રહેલા જી.જે.૧૨ બી.ડબલ્યુ. નંબરના ટ્રકની સાથે ધડાકા ભેર અથડાઈ પડ્યું હતું, અને ગોજારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બાઈકના ચાલક અહેમદભાઈ ભોકલનો ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા ઈમ્તિયાઝ અનવર ભાઈને નાની મોટી ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અકસ્માતના બનાવવા અંગે ઇજાગ્રત ઈમ્તિયાઝ ભાઈ ના પિતા અનવરભાઈ મોહમ્મદભાઈ સાંઘાણીએ પોલીસને જાણ કરતાં જોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન. એમ. ભીમાણી બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સાગર સંઘાણી