જામનગર સમાચાર
જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા મૂળ ઉતર પ્રદેશના વતની પરપ્રાંતિય શ્રમિક પરિવારના બે તરૂણો ગઈકાલે એકાએક લાપત્તા બની ગયા પછી તેઓના પરિવારજનો દ્વારા પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે, અને અજાણ્યા શખ્સો સામે અપહરણ અંગેનો ગુનો દાખલ કરાયો છે.
મૂળ ઉત્તર પ્રદેશના વતની અને દરેડ જીઆઇડીસી ફેઈસ-૨ માં એક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા સુનિલ રામ અવધ ભારદ્વાજ કે જેનો ૧૬ વર્ષનો પુત્ર ઉપરાંત તેની સાથે જ કામ કરતા મનોજ રામેશ્વર નામના અન્ય એક શ્રમિક પરિવારનો ૧૪ વર્ષનો પુત્ર કે જે બંને સગીર એકાએક લાપત્તા બની ગયા હતા. જે બંનેની અનેક સ્થળે શોધખોળ કર્યા પછી પણ કોઈ પત્તો સાંપડ્યો ન હતો. તેથી આખરે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને પોલીસને જાણ કરાઈ હતી.
જે બનાવના અનુસંધાને પી.એસ.આઇ. એમ.એ.મોરી એ બંને બાળકોનું કોઈ અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયા હોવાનો ગુનો નોંધ્યો છે, અને બાળકોને શોધવા માટેની કવાયત શરૂ કરી છે. જયારે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ ચેક કરવાનું શરૂ કરાયું છે.