74 બેડની વ્યવસ્થા તેમજ જરૂરી દવા વગેરે સાથે વધારાનો તબીબ સહિત નો સ્ટાફ પણ ફાળવાયો
પ્રવર્તમાન મિશ્ર ઋતુ ના કારણે જામનગર માં રોગચાળાનું પ્રમાણ અતિશય રીતે વધી રહ્યું છે .ખાનગી તેમજ સરકારી હોસ્પિટલ દર્દીઓ થી ઉભરાઈ રહી છે. તેમાં પણ સરકારી જી.જી. હોસ્પિટલમાંના બાળકો ના વોર્ડમાં તો એક બેડ ઉપર બે બાળ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે .સાથો સાથ ઓરીનાં રોગનું પ્રમાણ પણ ભૂલકાઓ માં વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે મળેલી તબીબી અધિકારીઓની બેઠક પછી યુદ્ધના ધોરણે સરકારી હોસ્પિટલમાં બે વધારાના વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે .અને સાથે તબીબી સહિતના અનુસંગિક સ્ટાફ ની પણ ફાળવણી કરી દેવામાં આવી છે.
જામનગરમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેના પરિણામે ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. સાથે જ સરકારી અને ખાનગી હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે .ખાસ કરીને જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બાળ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. અને એક બેડ ઉપર બે બાળકોને રાખીને સારવાર આપવાની ફરજ પડી રહી છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસથી ઓરીના રોગનું પ્રમાણ પણ બાળકોમાં વિશેષ જોવા મળી રહ્યું છે.
હાલ જીજી હોસ્પિટલમાં ઓરી ના 12 બાળ દર્દીઓ દાખલ છે. તેમાંથી ચાર ની ચાર બાળ દર્દીઓને વધુ અસર હોવાનું જાણવા મળે છે. ઓરીનો રોગ આમ તો વર્ષો જૂનો છે. પરંતુ જે ઉંમરે બાળકોમાં આ રોગ જોવા મળી રહ્યો છે તે ચિંતા ઉપજાવે તેમ છે. ખાસ કરી ને બાળકો ન્યુમોનીયાનો ભોગ બની રહ્યા છે.જેને રિકવર થતા વાર લાગે છે. ઉપરાંત બાળકોના સામાન્ય વોર્ડમા બાળ દર્દીઓને શ્વાસની પણ તકલીફ વધુ હોવાનું જાણવા મળે છે.
જેના અનુસંધાને જામનગરમાં તબીબોની તાકીદ ની મિટિંગ યોજાઈ હતી જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી, મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી, ઉપરાંત મેડિકલ કોલેજના ડીન ડો.નંદિની દેસાઈ , જી જી હોસ્પિટલના તબીબી અધીક્ષક તેમજ બાળ રોગ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. આ પછી આ બેઠકમાં લેવાયેલ નિર્ણય પછી જી જી હોસ્પિટલમાં તાકીદ ની અસર થી વધારાના 74 બેડ ની સુવિધા સાથે નાં વધારા નાં બે વોર્ડ શરૂ કરી દેવા મા આવ્યા છે. આ વધારા નાં વોર્ડ મા 30 ડોક્ટરો, 23 ઇન્ટરરની ડોક્ટર, 15 નર્સિંગ સ્ટાફ અને 15 ચોથા વર્ગ નાં કર્મચારી ની પણ ફાળવણી કરી દેવામાં આવી છે.
આમ જામનગર માં રોગચાળાને કાબુમાં લેવા તંત્ર સાબદુ.બન્યું છે .પરંતુ સ્થિતિ ને અંકુશમાં આવતા થોડા દિવસો લાગશે તેમ પણ જાણવા મળે છે.