રિમાન્ડ પર રહેલા લંપટ આચાર્યના વિદ્યાર્થીને 600 કોલ કર્યા
જામનગરમાં એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ ગુજારવા અંગેના પ્રકરણમાં પકડાયેલા પૂર્વ પ્રિન્સીપાલને રિમાન્ડ પર લેવાયા પછી તેની પાસેથી બે મોબાઇલ ફોન કબજે કરી લેવાયા છે, અને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલાવાયા છે. ઉપરાંત આરોપીને તેના રહેણાક મકાન તેમજ શાળામાં લઈ જઈ પંચનામું કરાવાયું હતું. જામનગરની એક વિદ્યાર્થીની સાથે 2015 ની સાલમાં એકથી વધુ વખત દુષ્કર્મ ગુજારવા અંગેના પ્રકરણમાં પકડાયેલા શાળાના પૂર્વ પ્રિન્સીપાલ મનીષ બુચ કે જેને વડોદરા થી ઝડપી લઇ જામનગર લઈ આવ્યા પછી 6 દિવસના રિમાન્ડ પર લીધો છે, જે રિમાન્ડ દરમિયાન પોતે વિદ્યાર્થીની સાથે જુદા જુદા મોબાઈલ ફોન પરથી વાતચીત કરતો હતો, અને લગભગ 600 જેટલા વિદ્યાર્થીને કોલ કર્યા છે. જે મોબાઈલ ફોન પોલીસ દ્વારા કબજે કરી લેવાયા છે, અને તેના ડેટા મેળવવા માટે વડોદરા ની લેબોરેટરીમાં મોકલી દેવાયા છે. તેણે વિદ્યાર્થીને 600 કોલ કર્યા ઉપરાંત કેટલીક વોટ્સએપ ચેટ પણ કરી હોવાનું કબુલ્યું છે, જેથી મોબાઇલ માંથી તે પ્રકારના ડેટા મેળવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. સાથોસાથ વિદ્યાર્થીની સાથે શાળામાં તેમજ પોતાના મકાનમાં દુષ્કર્મ ગુજાર્યું હોવાથી પોલીસે આરોપીના રહેણાક મકાન તેમજ શાળામાં જઈને રોજ કામ અને પંચનામું કર્યું છે, તેમજ તેની વધુ પૂછ પરછ ચલાવવામાં આવી રહી છે.