- જામનગરના વિકાસ ગૃહ માંથી બે સગીર બહેનો ભેદી સંજોગોમાં લાપતા બની જતાં ભારે દોડધામ
- બંને બહેનોના અપહરણ કરી જવા અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો: પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ
જામનગર ન્યુઝ : જામનગર ના વિકાસ ગૃહમા રહીને અભ્યાસ કરતી બે સગીર વયની બહેનો ગઈ રાતે એકાએક લાપત્તા બની જતાં વિકાસ ગૃહમા ભારે હલચલ મચી ગઈ છે. જે અંગે વિકાસગૃહ નું સંચાલન કરનાર સંચાલિકા બહેન દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે અપહરણ અંગે ફરીયાદ નોંધાવી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ચિલ્ડ્રન ફોર ગર્લ્સ વિભાગમાં રહીને અભ્યાસ કરતી ૧૪ વર્ષ અને ૧૭ વર્ષની વયની બે સગીર બહેનો, કે તેઓ ગઈ રાત્રી દરમિયાન વિકાસગૃહ માંથી ભેદી સંજોગોમાં લાપતા બની જતાં વિકાસગૃહ વર્તુળમાં ભારે હલચલ મચી ગઈ હતી, અને ટ્રસ્ટી સહિતના હોદ્દેદારોમાં ભારે દોડધામ થઈ હતી.સમગ્ર બનાવ મામલે વિકાસ ગૃહમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા સ્વીટીબેન મુકેશભાઈ જાની એ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં બન્ને સગીર બહેનો ના અપહરણ થઈ જવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદના અનુસંધાને પોલીસે અપહરણ અંગેનો ગુનો નોંધ્યો છે, અને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. અને જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરાઓ વગેરે ચકાસવાનું શરૂ કર્યું છે. સીટી બી. ડિવિઝન ના પી.એસ.આઇ. ડી.જી. રાજ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક ની તપાસ ચલાવી રહ્યા છે.
સાગર સંઘાણી