જામનગર સમાચાર

જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન ની હેઠળના વિસ્તારમાંથી એક કારની ચોરી કરીને તસ્કર રાજકોટ રોડ તરફ ભાગ્યો હતો, તેથી ધ્રોલ પોલીસે નાકાબંધી કરી તેને ઝડપી લીધો હતો. જે તસ્કર સામે સિટી સી. ડિવિઝન પોલીસમાં કારની ચોરી કરવા અંગે તેમજ ધ્રોલ પોલીસ મથકમાં પોલીસની ફરજમાં રૂકાવટ સહિતની અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

જામનગરમાં રાજનગર સોસાયટીમાં રહેતા જયેન્દ્રસિંહ પથુભા જાડેજા ની શરૂ સેક્શન રોડ પર પેટ્રોલ પંપ નજીક પાર્ક કરવામાં આવેલી પોતાની જી જે ૧૦ બી. આર. ૯૯૧૨ નંબરની કારની ગઈકાલે જામનગર શહેરમાંથી ચોરી થઈ હતી જે ચોરી અંગે જયેન્દ્ર સિંહ જાડેજા દ્વારા સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના અનુસંધાને સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે કારચાલકનો પીછો કર્યો હતો, પરંતુ તે રાજકોટ રોડ તરફ ભાગ્યો હતો.

દરમિયાન ધ્રોળ પોલીસને જાણકારી આપ્યા પછી તેને ઝડપી લેવાયો હતો પરંતુ તે પોલીસ સાથે ઝપાઝપી કરી ફિલ્મી ઢબે દોઢ કિલોમીટર સુધી ભાગ્યો હતો, પરંતુ તેને ઝડપી લેવાયો હતો. અને ધ્રોલના પીએસઆઇ ને હાથમાં ઇજા પણ થઈ હતી.

જે બનાવના અનુસંધાને ધ્રોળ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મહાવીર સિંહ લગધીર સિંહ જાડેજાએ કારની ચોરી કરનાર સંતોષકુમાર ઇરૈયા પાલીકોન્ડા નામના તેલંગાણા રાજ્યના શખ્સને ઝડપી લીધો હતો, અને તેની સામે પોલીસ કારને કોર્ડન કરી કાર ને ઉભી નહીં રાખવા અંગે પોલીસ સાથે કરી ફરજમાં રૂકાવટ કરવા અંગે ની કલમ ૧૮૬ ઉપરાંત ૩૫૩ અને ૨૧૭૯ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે .હાલ સીટીસી ડિવિઝન પોલીસ દ્વારા તેની વધુ તપાસ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, જ્યારે ચોરાઉ કાર કબજે કરી લેવાઇ છે.

 

સાગર સંઘાણી

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.