- જામનગરના નિવૃત્ત આર્મીમેનના બંઘ રહેણાક મકાન નેતસ્કરોએ નિશાન બનાવી લઈ મોટો હાથફેરો કર્યો
- લસણના વેપારની ૧૩ લાખ ની રોકડ- સોના ચાંદીના ઘરેણા સહિત રૂ.૧૮.૫૬ લાખ ની માલમતા ચોરી ગયા
- તસ્કરો મકાનમાંથી નિવૃત્ત આર્મી મેનની રિવોલ્વર અને કારતૂસ પણ ચોરી ગયા નું સામે આવતાં પોલીસતંત્ર લાગ્યું
જામનગર ન્યૂઝ : જામનગર શહેર-જિલ્લા માં તસ્કરોની રંજાડ વધવા પામી છે. તાજેતરમાં જ સિકકા ગામ મા રૂ ૧૪ લાખ ની ઘરફોડ ચોરી નો બનાવ બનવા પામ્યો હતો. જે ચોરી નો ભેદ હજુ ઉકેલાયો નથી, ત્યાં જ જામનગર મા.વધુ એક નિવૃત્ત આર્મી મેન નાં બંધ મકાન ને તસ્કરો એ નિશાન બનાવ્યું છે. અને સોના ચાંદી ના ઘરેણા,. રોકડ રકમ તથા રિવોલ્વર મળી કુલ રૂ.૧૮ લાખ ૫૬ હજાર ની માલમતા ચોરી કરી લઈ ગયા છે. આ બનાવવા ની પોલીસ માં ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.અને પોલીસ ટુકડી તપાસ માટે દોડતી થઇ છે. ઉપરાંત ચોરી નો ભેદ ઉકેલવા માટે એફએસએલ અને ડોગ સ્ક્વોડ વગેરે ની પણ મદદ લેવામાં આવી રહી છે. નિવૃત્ત આર્મી મેનના દાદીમાનું નિધન થયું હોવાથી અંતિમ વિધિ માટે સમગ્ર પરિવાર વતનમાં ગયો હતો, પાછળથી તસ્કરોએ મકાનમાં હાથ ફેરો કરી લીધો છે.
જામનગર માં બાલાજી પાર્ક પાસે નંદનવન પાર્ક -૩ માં રહેતા અને મસાલા તથા ગ્રોસરી નો ભાગીદારી મા વ્યવસસાય કરતા નિવૃત્ત આર્મીમેન રણવીરપ્રતાપ સુધાકરસિંહ રાજપુત ના દાદીમા નું અવસાન થયું હોવા થી તેની ધાર્મિક વિધિ માટે સહ પરિવાર ઘર ને તાળા મારી ને પોતાના વતન ઉત્તરપ્રદેશ મા ગયા હતા. જ્યારે તેમના બંધ મકાનને ગત તારીખ ૨૯ એપ્રિલ થી ૩ મે સુધી માં કોઈ પણ તસ્કરો એ નિશાન બનાવ્યું હતું.
તસ્કરોએ બારી ની ગ્રીલ તોડી ને ઘરમાં પ્રવેશ્યા હતા, અને ઘરના કબાટમાંથી રૂપિયા ૧૩ લાખ ૬૮ હજાર ની રોકડ રકમ, રૂ.૧ લાખ ૩૫ હજાર ની કિંમત ના સોનાના ઘરેણા તેમજ રૂપિયા ૩ લાખથી વધુની કિંમતના ચાંદી ના સિક્કા અને ઘરેણા ઉપરાંત ૦.૩૨ પોઇન્ટ ની લાયસન્સ વાળી પિસ્તોલ અને ૩૦ રાઉન્ડ નાં બે મેગઝીન મળી કુલ રૂપિયા ૧૮,૫૬, ૩૦૦ ની માલમતા ચોરી કરી લઈ ગયા હતા.
તેમના ભાગીદાર બંધ મકાનમાં ફૂલ ઝાડ ને પાણી પાવા જતાં તેને ચોરીના આ બનાવની જાણ થઈ હતી. આથી તેમણે તુરત જ રણવીર પ્રતાપસિંહ રાજપૂત ને ટેલીફોન કરીને જાણ કરતાં રણવિરપ્રતાપસિંહ રાજપુત તાબડતોબ જામનગર દોડી આવ્યા હતા. અને આ બનાવ અંગે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આથી પો.સબ.ઇન્સ. વી બી બરબસિયા તપાસ માટે દોડી ગયા હતા. આ ઉપરાંત ચોરી નો ભેદ ઉકેલવા માટે ડોગ સ્કવોડ અને એફએસએલ ની પણ મદદ લીધી હતી.
રણવી પ્રતાપસિંહ રાજપુત આર્મીમાંથી નિવૃત્ત થયા પછી જામનગરમાં હસમુખભાઈ નામની વ્યક્તિ સાથે ભાગીદારીમાં ગ્રોસરી અને મસાલા સપ્લાયનો વ્યવસાય શરૂ કર્યો હતો અને તેને ધંધામાંથી લસણ ના વેપાર ની મળેલી આશરે ૧૩ લાખ ૬૮ હજારની રકમ પોતાના ઘરમાં રોકડ સ્વરૂપે રાખી હતી. અને તેઓને અચાનક જ વતન માં ઉત્તર પ્રદેશ મા જવાનું થયું હતું પરિણામે તેમનાં બંધ મકાન ને તસ્કરો એ નિશાન બનાવી લીધું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ જામનગર તાલુકાના સિક્કા ગામની ટીપીએસ કોલોની માં ત્રણ બંધ મકાનમાંથી તસ્કરો રૂપિયા ૧૪ લાખની માલમતા ની ચોરી કરી લઈ ગયા હતા, આ બનાવ નો ભેદ હજી ઉકેલાયો નથી ત્યાં જ જામનગર માં વધુ એક ૧૮ લાખ થી વધુ ની ચોરી નો બનાવ બનતાં ચકચાર જાગી છે.
સાગર સંઘાણી