• જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઇ ગામ નજીક બે બાઈક સામસામા અથડાતાં ત્રણ વ્યક્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ:
  • સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

જામનગર તા ૨૯, જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ ગામની ગોળાઈ પાસે બે બાઈક સામસામા અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યક્તિ ઘાયલ થયા છે, જેઓને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ ગામની ગોળાઈ પાસે ચોકલેટના કારખાના નજીક આજે સવારે ૧૦.૦૦ વાગ્યાના અરસામાં બે બાઈક સામસામમાં ટકરાઈ ગયા હતા, અને અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં બંને બાઈક પર બેસીને જઈ રહેલા જામનગર તાલુકાના સાપર ગામના પ્રફુલભાઈ વિઠ્ઠલભાઈ નંદાસણા (ઉંમર વર્ષ ૫૦), સામોર ગામના જયદીપભાઇ ભગાભાઈ ચાવડા (ઉંમર વર્ષ ૨૦) તેમજ પિયુષભાઈ લક્ષ્મણભાઈ ચાવડા (ઉમર વ. ૩૦) જે ત્રણેયને માથામાં તેમજ શરીરના અન્ય જુદા જુદા ભાગોમાં ઈજા થઈ હોવાથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને તમામની તાકીદ ની સારવાર ચાલી રહી છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર:સાગર સંઘાણી 

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.