જામનગર તાલુકાના એક પરિવારની સાડા 14 વર્ષની પુત્રીને એકાદ વર્ષ પહેલા એક શખ્સે દુષ્કર્મનો ભોગ બનાવ્યા પછી દસેક દિવસ પહેલા પણ કુકર્મ આચર્યું હતું તે પછી રવિવારે આ તરૃણીનું અપહરણ કરી લેવાયું હતું. આ બાબતની પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે.

જામનગર તાલુકામાં રહેતા એક પરિવારની સાડા 14 વર્ષની વયવાળી પુત્રીને એકાદ વર્ષ પહેલા પ્રવિણ ચૌહાણ નામના શખ્સે પોતાની જાળમાં સપડાવી હતી. આ તરૃણીને જે તે વખતે લલચાવી-ફોસલાવી અન્ય સ્થળે લઈ ગયેલા પ્રવિણે તેણી પર દુષ્કર્મ આચર્યું હતું.

ત્યાર પછી આ શખ્સની હિમત ખૂલી હતી. દસેક દિવસ પહેલા આવી જ રીતે તે તરૃણીને ફરીથી દુષ્કર્મનો ભોગ બનાવી પ્રવિણે આ બાબતની કોઈને વાત કરીશ તો તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી તે તરૃણી ડરી જઈને ચૂપ રહી હતી તે દરમ્યાન રવિવારે આ તરૃણીને પ્રવિણ બળજબરીપૂર્વક પોતાની સાથે અપહરણ કરીને લઈ ગયો હતો જેની આ પરિવારને જાણ થતા તેઓએ ઉચક શ્વાસે પુત્રીની શોધખોળ શરૃ કરી હતી.

આખો દિવસ ગુમ રહ્યા પછી આ તરૃણીને નાટયકીય રીતે તેણીના દાદાના ઘર પાસે છોડી પ્રવિણ ચાલ્યો ગયો હતો. પોતાના પરિવાર પાસે પહોંચેલી તરૃણીએ ઉપરોક્ત હકીકત પરિવાર સમક્ષ વર્ણવતા પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશને દોડી ગયેલા પરિવારે ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ એચ.બી. ગોહિલે આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (ર), ૫૦૬ (ર) તેમજ પોક્સો એક્ટની કલમ ૪, ૬ હેઠળ ગુન્હો નોંધી આરોપીની શોધ શરૃ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.