અબતક, જામનગર
તું નહીં તો તારો ફોટો પણ ચાલશે… આ ફોટો જો તા જ આ ગીતની યાદ આવી જાય છે. જામનગરમાં પોલીસે ફોટો બતાવીને કોરોનાના માસ્ક અંગે જાગૃતિ ફેલાવી હતી.
શહેરમાં કોરોના નિયંત્રણ અર્થે તેમજ લોકો જાહેર જગ્યાએ માસ્ક પહેરી રાખે તે અંગે જાગૃતિ આવે તે માટે પોલીસ મેસ્કોટ સાથે રાખી મુખ્ય જાહેર જગ્યાઓએ જામનગર પોલીસે ફ્રી માસ્કનુ વિતરણ
કર્યું હતું.
જામનગર જિલ્લા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેચની સુચના અને માર્ગદર્શન મુજબ જામનગર પોલીસ દ્વારા કોરોના નિયંત્રણ માટે કામગીરી કરવામાં આવી રહેલ છે. આ માટે જામનગર પોલીસ દ્વારા એક નવો અભિગમ દાખવી એક નવો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે.
જેમાં જામનગર શહેરની મુખ્ય જાહેર જગ્યાઓ જ્યા લોકોની અવરજવર વધુ પ્રમાણમાં રહેતી હોઈ તેવા વિસ્તારોમાં પોલીસ મેસ્કોટના ક્ટ આઉટસ લગાવવામાં આવેલ છે જે 24 કલાક કાર્યરત છે. જામનગર પોલીસ દ્વારા આ પોલીસ મેસ્કોટ સાથે રાખી ફ્રી માસ્કનુ વિતરણ કરવામાં આવે છે. જે લોકો પાસે માસ્ક ન હોઈ તે આ ફી માસ્કનો ઉપયોગ કરી આ સુવિધાનો લાભ લઈ શકે છે.