જામનગરના મોટી ખાવડીમાં આવેલી રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના લે-ડાઉન એરીયામાંથી રૂા ૧.૩૧ લાખની કોપર વાયરની ચોરી કરી જતાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે.

આ અંગેની વિગત મુજબ જામનગરના મોટી ખાવડીમાં આવેલ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારી મેદસીંગ ઠાકુર મનીરામ ઠાકુર (ઉ.વ.પ૪) એ મેધપર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. કે કોઇ અજાણ્યા માણસોએ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના લે-ડાઉન એરીયામાં પ્રવેશ કરી વી.ટી. વી. પાર્કમાં ખુલ્લામાં પડેલા બે અલગ અલગ ડ્રમ માંથી કોપર કેબલ વાયર આશરે ૩પ૦ મીટર કિંમત રૂા ૧,૩૧,૬૦૦ ની કિંમતનો કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી જતાં મેધપર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે બનાવતા પગલે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.