- કાલાવડ તાલુકાના નાનીવાવડી ગામમાં ધોળે દહાડે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
- LCBની ટુકડીએ રૂપિયા 21.76 લાખના મુદ્દામાલ સાથે બે તસ્કરોની ધરપકડ
- એક મહિલાની શોધખોળ શરૂ
જામનગર કાલાવડ તાલુકાના નાનીવાવડી ગામમાં ધોળે દહાડે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. તેમજ જામનગર પોલીસ 48 કલાકમા ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. કાલાવડના ખેડૂતના ઘરને નિશાન બનાવનાર 2 શખ્સ પકડાયા હતા. તેમજ સોના ચાંદીના દાગીના રોકડ મળી કુલ રૂ.21,76,600/- ના મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જીવણ અમરશીભાઈ વાઘેલા, લાખાભાઈ વાઘેલાની ધરપકડ કરવામા આવી હતી. તેમજ આ ગુનામા રમાબેન વાઘેલા ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ ચોરીમા આવેલા દાગીના જામનગર વેચવા આવ્યાને પકડાયા હતા.
અનુસાર માહિતી મુજબ, જામનગર તાલુકાના નાનીવાવડી ગામમાં એક ખેડૂતના મકાનમાં ધોડે દહાડે ચોરી થઈ હતીઝ અને માત્ર એક કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરો રૂપિયા સાડા સાત લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા. જે ચોરીનો ભેદ ઉકેલવામાં LCBની ટીમને સફળતા સાંપડી છે, અને 2 તસ્કરોની અટકાયત કરી લઈ રૂપિયા 21.76 લાખના મુદામાલ જપ્ત કર્યા છે, જ્યારે 1 મહિલા આરોપીની શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી.
કાલાવડ તાલુકાના નાની વાવડી ગામે રહેતા મકાનના ગત સપ્તાહે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ કોઇ પણ હથિયાર વડે મુખ્ય દરવાજા તથા ઓસરીની ગ્રીલ તોડી રૂમના નકુચાઓ તોડી, કબાટમાથી સોના,ચાંદીના દાગીના રોકડ રૂપીયા ની ચોરીનો બનાવ બનવા પામેલ હતો. તેમજ જેથી ગુનો શોધી કાઢવા LCB ટીમ સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી,વણશોધાયેલ ચોરીનો ગૂનો શોધી કાઢવા કાર્યરત હતા.
તેઓ પાસેથી સોના દાગીના સહિત કુલ રૂપિયા 21,76,600/- લાખના મુદામાલ કબજે કરી લેવામાં આવ્યા હતા. તેમજ જીવણ અમરશીભાઈ વાઘેલા, લાખાભાઈ વાઘેલાની ધરપકડ કરવામા આવી હતી. તેમજ આ ગુનામા રમાબેન વાઘેલા ફરાર જાહેર કરવામાં આવ્યા હતા.ચોરીમા આવેલા દાગીના જામનગર વેચવા આવ્યાને પકડાયા હતા.
અહેવાલ : સાગર સંધાણી