Jamnagar: જિલ્લામાં થયેલ ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લાના સ્ટેટ તથા પંચાયત હસ્તકના 54 જેટલા માર્ગો અસરગ્રસ્ત બન્યા હતા. જેમાંના મોટાભાગના માર્ગો માર્ગ અને મકાન વિભાગે રાત દિવસ કામગીરી કરી પુનઃકાર્યરત કર્યા છે ત્યારે જામનગર જિલ્લાનો આવો જ એક માર્ગ રણજીતપર-બાલંભા કે જે ભારે વરસાદી પ્રવાહમાં મહત્તમ ધોવાઈ ગયેલ હતો અને વાહનોની અવર જવર માટે બંદ થયો હતો તે માત્ર 12 કલાકના ટૂંકાગળામાં જ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી લોકોની અવરજવર માટે કાર્યરત કરાયો છે.

IMG 20240831 WA0127

ત્યારે જામનગર માર્ગ અને મકાન વિભાગ વિભાગના કાર્યપાલક ઇજનેર વિજય ગોસ્વામીએ આ અંગે જણાવ્યું છે કે, રણજીતપર-બાલંભા એકમાત્ર માર્ગ છે કે જે રણજીતપર ગામને જોડે છે. વરસાદનું પાણી ઓવરટોપ થવાથી આ માર્ગ મહતમ સ્થળે ધોવાઈ ગયો હતો અને લોકોની અવરજવર માટે બંદ થયો હતો અને માર્ગ બંદ થતા રણજીતપર ગામ સંપર્ક વિહોણુ બન્યું હતું.વરસાદ રોકાતા માર્ગ મકાન વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી રાત દિવસ એક કર્યા અને માત્ર 12 કલાકમાં જ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા તથા કાર્યપાલક ઇજનેરની ઉપસ્થિતિમાં આ રોડ અવરજવર માટે ફરી કાર્યરત કરાયો છે. વધુમાં આ માર્ગ માટે સરકાર દ્વારા 12 કરોડથી વધુનો ખર્ચ મંજુર થયેલ છે.ચોમાસુ પૂર્ણ થઈ આ રોડના નવીનીકરણનું કામ હાથ ધરાશે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.