20 દિવસમાં 98,953 લોકોએ કોરોના વેકિસનનો ડોઝ લીધો: તબીબો માટે ચિંતાનો વિષય: કાલે માત્ર 1354 લોકોએ જ વેકસીન લગાવી
જામનગરમાં એક બાજુ કોરોનાનું સક્રમણ વધતું જાય છે. જેના લીધે કોરોના દર્દીઓની સંખ્યામાં પણ વિક્રમ જનક વધારો થઇ રહ્યો છે. ત્યારે મહાનગર પાલિકાના દ્રારા વેકશીન ઝુબેશમાં માત્ર 98,953 શહેરીજનો વેકશીન લીધી હતી.
કોરોના પ્રતિરોધક એક જ માત્ર વેકશીન અમોધ શસ્ત્ર વેકશીન રહ્યું છે. ત્યારે શહેરીજનોએ પણ સ્વયમ વેકશીન લેવા માટે આગળ આવવાની જરૂર છે. કારણ કે મહાનગરપાલિકા દ્રારા સરકાર દ્રારા પ્રાપ્ત થતી વેકાશીન્માથી લોકોને વેકશીન વિનામૂલ્ય 27 જેટલા કેન્દ્રો ઉપર આપવામાં આવે છે. જેમાં ગઈકાલે એક દિવસમાં પ્રથમ ડોઝ માત્ર 455 લોકોએ લેતા કુલ આંક 81,968એ પહોચ્યો છે. જ્યારે બીજી ડોઝ 899 લોકો એ લીધો હતો જેથી કુલ આંક 16985 લોકો લીધો હોવાનું જાણવા મળે છે.જામનગરમાં કુલ 1354 લોકો એ લીધી છે. જેથી કુલ આંક 98,953 લોકોએ લીધી હોવાનું મહાનગરપાલિકાના સુત્રોમાંથી જાણવા મળે છે. જામનગરમાં કોરોના પ્રતિરોધક વેક્સીનના ડોઝ લેવા તે હાલના સમયની પ્રાથમિકતા છે .ત્યારે શા માટે લોકો વેકશીન લેવામાં આળસ કરે છે. જે ખુબ ગંભીર બાબત તબીબો ગણાવી રહ્યા છે. કારણ કે જો કોરોના પ્રતિરોધક વેકશીન લીધી હશે તો કદાચ તમને કોરોનાનો પોઝીટીવ રીપોર્ટ આવશે તો પણ તે શારીરિક રીતે શરીરમાં નુકશાન નહી કરે.
ત્યારે હવે લોકોએ કોરોનાને મ્હાત આપવા માટે વેકશીન કેન્દ્રો ઉપર જઈ વેકાશીનનો પ્રથમ ડોઝ લઇ લે તે જરૂરી છે. મહાનગરપાલિકા ઉપરાંત શહેર ભાજપ અને અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગ દ્રારા વેકશીન આપવાની ઝુબેશ ચલાવી રહી છે. આમ છતાં હજુ શહેરની વસ્તીના પ્રમાણમાં માત્ર 98 હજાર લોકોએ વેકશીન લીધી છે જે ખરેખર ગંભીર અને ચિંતાનો વિષય ગણાય.