- નાની ખાવડી ગામે થયેલ રાજપૂત યુવાનની હ-ત્યાનો ભેદ ઉકેલાયો
- આરોપી જનકસિંહ ઝાલાની કરાઈ ધરપકડ
- મૃતક આરોપીની પત્નીને હેરાન કરતો જે મામલે સમજાવવા જતા થઇ હતી બોલાચાલી
Jamnagar : જિલ્લાના નાની ખાવડી ગામમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા બલભદ્રસિંહ વનરાજસિંહ જાડેજા નામના 21 વર્ષીય યુવાનની સીમમાંથી લાશ મળી આવી હતી. જે હત્યા મામલે આરોપી જનકસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ યુવાનના ગળામાં તિક્ષણ હથિયારના ઘા જોવા મળતા પોલીસે તપાસ શરુ કરી હતી. મૃતકના પિતાની ફરિયાદ પરથી પોલીસે જનકસિંહ ઝાલા સામે ગુનો નોંધ્યો હતો. મૃતક આરોપીના પત્નીને હેરાન કરતો હોય જે મામલે સમજાવવા જતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઉશ્કેરાઈ જઈને આરોપીએ ગળાના ભાગે છરીના ઘા ઝીંકી મોત નિપજાવ્યું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લાના નાની ખાવડી ગામમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા બલભદ્રસિંહ વનરાજસિંહ જાડેજા નામના 21 વર્ષીય યુવાનની નાની ખાવડી ગામની સીમમાંથી લાશ મળી આવી હતી. તેમજ યુવાનના ગળામાં તિક્ષણ હથિયારના ઘા જોવા મળતા પોલીસ દોડતી થઈ હતી.
પોલીસ દ્વારા યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ પોલીસની તપાસમાં યુવક બલભદ્રસિંહ વનરાજસિંહ જાડેજા હોવાનું ખુલ્યું હતું. જે નાની ખાવડી ગામે રહી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને મૂળ અડવાણા પંથકનો વતની હોવાનું બહાર આવ્યું હતું.
આ દરમિયાન મૃતકના પિતાની ફરિયાદ પરથી પોલીસે જનકસિંહ વિક્રમસિંહ ઝાલા સામે ગુનો નોંધ્યો છે. તેમજ મૃતક આરોપીના પત્નીને હેરાન કરતો હોય જે મામલે સમજાવવા આવતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઉશ્કેરાઈ જઈને આરોપીએ ગળાના ભાગે છરીના ઘા ઝીંકી મોત નિપજાવ્યું હતું. તેમજ હાલ પોલીસે આરોપી જનકસિંહ વિક્રમસિંહ ઝાલા નામના ટંકારા ગામના સામે ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.