જામનગર સમાચાર
જામનગર મહાનગરપાલિકા ની એસ્ટેટ અને સોલિડ વેસ્ટ શાખા દ્વારા જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા આસામી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જેના ભાગ રૂપે જામનગર મહાનગરપાલિકા ના પી.એન. માર્ગ પર આવલી બજાજ ફાઇનાન્સ કંપની ની સ્થાનિક પેઢી દ્વારા જાહેરમાં અડચણરૂપ કેરણના ઢગલા કરવામાં આવ્યા હોય, જાહેર માર્ગ પર અડચણરૂપ હોય જેથી એસ્ટેટ વિભાગ દ્વારા રૂ. ૧૦,૦૦૦ નો દંડ બજાજ ફાઇનાન્સ ને ફટકારવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી સોલિડ વેસ્ટ વિભાગ અને એસ્ટેટ વિભાગના સુનિલભાઈ ભાનુશાળી ની રાહબરી હેઠળ કરવામાં આવી હતી.