બીજા માડે ચડી ગયેલા કૂતરાને બહાર કાઢી લેવા માટે તેની સાર સંભાળ રાખતી યુવતીની પણ મદદ લેવાઇ
જામનગર તા ૧૧, જામનગરમાં નાગરચકલા વિસ્તારમાં બે માળના એક મકાનમાં કૂતરું ફસાયું હતું, તે અંગેની જાણકારી ફાયર બ્રિગેડ ને મળતાં ફાયર શાખાની ટુકડીએ સીડી ગોઠવીને બીજા માળેથી કૂતરાને રેસક્યુ કરીને બહાર કાઢી લીધું હતું. કૂતરું નજીક આવતું ન હોવાથી તેની સાર સંભાળ રાખી રહેલી એક યુવતીની મદદ લઈને કુતરા ને બહાર કઢાવ્યું હતું. જામનગરના નાગર ચકલા વિસ્તારમાં બે માળનું એક ખંઢેર મકાન આવેલું છે, જેમાં એક કુતરુ બીજા માળે ચડી ગયું હતું, અને અંદર ફસાયું હોવાથી બુમો પાડી રહ્યું હતું.
કૂતરાની ચીસ સાંભળીને આસપાસના વિસ્તારના નાગરિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેથી ફાયર ની ટુકડી કુતરા ને બહાર કાઢવા માટે ઘટના સ્થળે પહોંચી હતી, અને બીજા માળે સીડી ગોઠવીને કૂતરાને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી.
જે કૂતરું ફાયરની ટીમથી નજીક આવતું ન હોવાથી તે જ વિસ્તારમાં રહેતી અને કૂતરાની સાર સંભાળ રાખતી એક યુવતી, કે જેની મદદ લેવામાં આવી હતી, અને તેણીએ સીડી વાટે ખંઢેર મકાનમાં કૂતરાને નજીક બોલાવતાં ફાયર બ્રિગેડની ટીમે કુતરા ને પકડી સલામત રીતે નીચે ઉતારી લીધું હતું, અને કૂતરું ફરીથી શેરી ગલીમાં દોડતું થયું છે.