- સારવાર દરમિયાન 1 યુવાનનુ ડેન્ગ્યુના કારણે મોત
- દૈનિક 700થી વધુ દર્દીઓની નોંધાઈ છે ઓપીડી
- મિશ્ર સીઝનના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાયો
- તો બીજી તરફ બાળકોના વોર્ડમા બાળદર્દીઓની સંખ્યામાં વધારો
- 50 બેડ સાથેનો એક બાળકો માટેનો વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો
- બહાર ગયેલા તબીબોને ફરી જામનગર ફરજ પર તૈનાત કરાયા
જામનગર: જીલ્લામાં રોગચાળો બેકાબુ બન્યો છે. 18 દિવસમાં 350 ડેગ્યુના પોઝીટીવ કેસ નોધાયા છે. સારવાર દરમિયાન 1 યુવાનનુ ડેન્ગ્યુના કારણે મોત થયું હતું.દેવભૂમિદ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના જામગઢકા ગામના 23 વર્ષીય યુવાનનુ જીજી હોસ્પીટલમાં ICUમા સારવાર દરમિયાન મોત થયું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ, જામનગરમાં હાલ મીશ્ર ઋતુને કારણે રોગચાળો ફાટી નીકળતા બેકાબુ બન્યો છે. જેમાં ચેલા 18 દિવસની વાત કરવામાં આવે તો, 350 ડેગ્યુના પોઝીટીવ કેસ નોધાયા હતા. જેમાં સારવાર દરમિયાન 1 યુવાનનુ ડેન્ગ્યુના કારણે મોત પણ થયું હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં દેવભૂમિદ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના જામગઢકા ગામના 23 વર્ષીય યુવાનનુ જીજી હોસ્પીટલમાં આઈસીયુમા સારવાર દરમિયાન મોત થયું હતું.
આ ઉપરાંત દૈનિક 700થી વધુ દર્દીઓ ઓપીડીમા નોંધાય છે. તેમજ દૈનિક સરેરાશ 25 જેટલા ડેગ્યુના પોઝીટીવ કેસ નોંધાય છે. આ સાથે મિશ્ર સીઝનના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાયો થયો હોવાનું હાલ સામે આવ્યું છે. તો બીજી તરફ બાળકોના વોર્ડમા બાળદર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેથી વધારાનો 50 બેડ સાથેનો એક બાળકો માટેનો વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. તેમજ બહાર ગયેલા તબીબોને ફરી જામનગર ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ ડેગ્યુના 9 બાળદર્દી હાલ સારવાર હેઠળ છે. તો કુલ મળીને કુલ 259 બાળદર્દીઓ હાલ સારવાર લઇ રહ્યા છે. જેમાં મોટા ભાગના કેસ વાયરલ ઇન્ફેક્શનના હોવાનું હાલ સામે આવ્યું છે.
સાગર સંઘાણી