જામનગરની લાખોટા નેચર કલબને લાખોટા તળાવમાં ઘણા બધા સાપ મરેલા હોય તેવી માહિતી આપવામાં આવી હતી જે અનુસંધાને લાખોટા નેચર ક્લબના ઉપપ્રમુખ સહિતના સભ્યો લાખોટા તળાવ ખાતે આવી અને સ્થળ નિરીક્ષણ કરતા ઘણી બધી સંખ્યામાં વોટર સ્નેક તથા માછલીઓ તથા અન્ય પક્ષીઓ પણ જોવા મળ્યા હતા.
જે બાબતે હાલ ફાયર શાખાનો સંપર્ક કરી તળાવમાં હજુ વધુ સાપ તથા પક્ષીઓ પામેલ છે કે કેમ તે જાણવા પ્રયાસો થઈ રહ્યા છે આ જળચર જીવો ના મૃત્યુ પાછળ નું કારણ હજુ અકબંધ છે