જામનગર ન્યૂઝ : જામનગર મહાનગરપાલિકા દ્વારા નવાગામ ઘેડ વિસ્તારમાં બોક્ષ કેનાલનું કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે આજે ચાલુ વરસાદમાં નવજીવન સોસાયટી વિસ્તારમાં પાણી ભરાતાં કેનાલ પર બનાવવામાં આવેલું પુલીયું કે જેના કારણે પાણીનો પ્રવાહ રોકાતો હોવાથી જેસીબી ની મદદથી તોડી પાડવામાં આવ્યું છે, અને પાણીનો પ્રવાહ ચાલુ કરી દેવાતાં આખરે સોસાયટી વિસ્તારમાં ભરાતા પાણીનો પ્રવાહ ધીમે ધીમે ઓછો થયો છે.
આસપાસના રહેવાસીઓની ફરિયાદના આધારે જામનગર મહા નગરપાલિકાની ટીમ આજે વહેલી સવારે નવજીવન સોસાયટી વિસ્તારમાં પહોંચી ગઈ હતી, અને ત્યાં બનાવાયેલું પુલિયુ કે જેને જેસીબી ની મદદ થી તોડી પાડવામાં આવ્યું હતું, અને પાણીનો પ્રવાહ ચાલુ કરી દેવાતા આસપાસના વિસ્તારમાં ધીમે ધીમે પાણી ઓસર્યા છે. જેથી સ્થાનિકોને રાહત થઈ છે.
સાગર સંઘાણી