જામજોધપુર તાલુકા પંચાયતનાં મહિલા પ્રમુખ જશુબેન રાઠોડનાં પતિ અતુલ રાઠોડ પર હુમલો થયાની ઘટના બની છે.હુમલાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ ચુસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મળતી માહિતી મુજબ જૂથ અથડામણ થયું હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ખાતે રહેતા જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ જશુ અને તેમના પતિ તેમજ પરિવારજનો પોતાની કાર લઇ શેઠવાડાલાં ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન ગાડી પાર્કિંગ કરવા બાબતે માથાકૂટ થઈ હતી. જશુ અને તેમના પતિ તેમજ દિયર બંધ કારમાં બેઠા હતા. આ દરમિયાન આરોપીઓ ત્યાં ઘસી આવ્યા હતા અને અહીં ગાડી પાર્કિંગ કેમ કરી છે તેમ કરી બોલાચાલી કરી હતી.

ત્યારબાદ 4 થી 5 શખ્સો તલવાર ધોકા સહિતના હથિયાર સાથે તૂટી પડ્યા હતા. આરોપીઓએ બેફામ વાણી વિલાસ કરી જશુબેનના પતિ પર હુમલો કરતા જશુબેન તેમને બચાવવા વચ્ચે પડ્યા હતા. વધુમાં જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાના પણ આરોપ લાગી રહ્યા છે. આથી ઇજાગ્રસ્ત તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ બનાવની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે.

અહેવાલ : સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.