સાગર સંઘાણી
જામનગરમાં ૧૯૪૦ થી આરંભ થયેલી ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીથી લઇ ગુજરાત યુનિવર્સિટી અને રાષ્ટ્રીય દરજ્જો ધરાવતી સંસ્થા ઇન્સ્ટિટયૂટ ઑફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદના આંગણે અનેરો અવસર આવ્યો છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનાં ૨૮ માં પદવીદાન સમારોહનું ૨૫ એપ્રિલના રોજ સવારે ૧૧ કલાકે ધન્વંતરી ઓડીટોરીયમમાં આયોજન કરવામાં આવ્યું છે. આઠ વર્ષ પછી યોજાનાર ભવ્ય પદવીદાન સમાrohને લઇ વિદ્યાર્થીઓ – શિક્ષકો સહિત આયુર્વેદ સંલગ્ન દરેકમાં ઉત્સાહની લહેર વ્યાપી ગઇ છે.
સમગ્ર કાર્યક્રમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનાં અધ્યક્ષ સ્થાને યોજાશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથી વિશેષ તરીકે ભારત સરકારનાં રાજ્ય કક્ષાનાં આયુષ મંત્રી મહેન્દ્રભાઇ મુંજપરા તથા રાજ્યનાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમમાં આયુર્વેદનાં સ્નાતકો, અનુસ્નાતકો, પી.એચ.ડી.સ્કોલર્સ, ડિપ્લોમા વગેરે કુલ ૩૯૬ વિદ્યાર્થીઓને પદવી દાનની સાથે જ ૬૬ ગોલ્ડ મેડલ અને ૫૬ સિલ્વર મેડલ એનાયત કરવામાં આવશેઆ ઉપરાંત આયુર્વેદ ક્ષેત્રની નામાંકીત વ્યક્તિઓની સેવાઓને ધ્યાને લઇ ડિ.લીટની પદવી એનાયત કરવામાં આવશે. અન્ય યુનિવર્સિટીઓ સાથે એમ.ઓ.યુ. પણ હાથ ધરવામાં આવશે.