જામનગર સમાચાર

જામનગર જિલ્લાના લાલપુરમાં હડકાયા શ્વાન નો ત્રાસ જોવા મળ્યો હતો, અને ગઈકાલે સાંજે એક જ દિવસમાં એકીસાથે ૧૨ જેટલા વ્યક્તિને કરડી લેતાં ભારે દોડધામ થઈ છે. તમામ ઇજાગ્રસ્તો ને સારવાર માટે સૌપ્રથમ લાલપુરની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જે પૈકી ચારને વધુ સારવાર માટે જામનગર લઈ આવ્યા પછી બે વ્યક્તિને અમદાવાદ રીફર કરાયા છે. હડકાયા શ્વાનના ત્રાસને લઈને લાલપુરમાં ફફડાટ મચી ગયો છે.

લાલપુરના સામા કાંઠા વિસ્તારમાં ગઈકાલે સાંજે હડકાયા શ્વાનનો ત્રાસ જોવા મળ્યો હતો, અને માર્ગ પરથી પસાર થનાર લોકોને કરડવાનું શરૂ કરી દીધું હતું, તેમાં નાના બાળકો- મહિલા તથા પુરુષ સહિત ૧૨ વ્યક્તિને કૂતરું કરડી ગયાના અહેવાલ મળતાં ભારે દોડધામ થઈ હતી, અને તમામ ઈજાગ્રસ્તો ને સારવાર માટે લાલપુર ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જે પૈકી બે બાળકો અને બે પુરુષ સહિતના ચાર વ્યક્તિને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાંથી પણ એક પુરુષ અને એક બાળકને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે.આ બનાવને લઈને લાલપુરમાં ભારે ફફડાટ મચી ગયો હતો. લાલપુર પોલીસને જાણ થતાં લાલપુર ની પોલીસ ટુકડી ગઈકાલે મોડી રાત્રે સામા કાંઠા વિસ્તારમાં પહોંચી હતી, અને નગરપાલિકાની ટીમને જાણ કરીને શ્વાન ને પકડવા માટે ના ચક્રો ગતિમાન કરાયા હતા.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.