- ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરાયું સમગ્ર આયોજન
- જામનગરની મેયર ઇલેવન અને સુરત મેયર ઇલેવન વચ્ચેની ક્રિકેટ મેચમાં જામનગરની ટીમનો ઝળહળતો વિજય
જામનગર ગુજરાત રાજ્ય ની દરેક મહાનગરપાલિકાની મેયર ઈલેવન તથા કમિશ્નર ઈલેવનની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાવવામાં આવ્યું હતું.
જામનગરની મેયર ઈલેવન તથા સુરત મેયર ઈલેવન વચ્ચે પ્રથમ મેચ રમાયો હતો. જેમાં પ્રથમ ઈનિંગમાં જામનગર મેયર ઈલેવન દ્વારા કુલ 174 રન કરવામાં આવ્યા હતા. જેમાં ધવલ નંદા (55 રન), કેતન નાખવા (46 રન), જયરાજસિંહ જાડેજા (13 રન), તથા અલ્તાફ ખફિએ 11 રન બનાવ્યા હતા.
જેની સામે સુરત મેયર ઈલેવન 83 રનમાં ઓલઆઉટ થઇ હતી. જેમાં જામનગર મેયર ઈલેવન દ્વારા બોલીંગમાં જયરાજસિંહ જાડેજા 3 વિકેટ, તપન પરમાર 3 વિકેટ, જીતેશ શિંગાળા 2 વિકેટ, અને દિવ્યેશ અકબરી તથા આનંદ રાઠોડ 1-1 વિકેટ મેળવી સુરત મેયર ઈલેવન સામે 91 રનથી વિજય મેળવ્યો હતો.આ મેચમાં મૅન ઓફ થી મેચ જયરાજસિંહ જાડેજા ને જાહેર કરવામાં આવ્યા.
જામનગર મેયર ઇલેવનમાં મેયર વિનોદ ખીમસૂર્યા તથા ટીમના મેનેજર અને માન ચેરમેન સ્ટે.કમિટી નીલેશ કગથરા, કેતન નાખવા (કેપ્ટન), આનંદ રાઠોડ(વાઈસ કેપ્ટન),ધારાસભ્ય દિવ્યેશ અકબરી, આશિષ જોષી, ગોપાલ સોરઠીયા, ધર્મરાજસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, મનીષ કટારીયા, જીતેશ શિંગાળા, તપન પરમાર, પાર્થ કોટડીયા, પાર્થ જેઠવા, ધવલભાઈ નંદા. અલ્તાફ ખફી, રાહુલ બોરીચા વગેરે જામનગર મેયર ઈલેવન ટીમના પ્લેયર તરીકે જોડાયા છે.