સ્ટોપેજનો વિધિવત શુભારંભ સાંસદ પુનમબેન માડમની ઉ૫સ્થિતિમાં કરવામાં આવ્યો
રાજકોટ મંડળના જામવંથલી સ્ટેશન પર સાંસદ પુનમબેન માડમ દ્વારા જામનગર-સુરત જામનગર ઇન્ટરસીટી એકસપ્રેસનો સ્ટોપેજનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમના પ્રારંભમાં રાજકોટ મંડળ રેલ પ્રબંધક પી.બી. નિનાવેએ મુખ્ય અતિથિ તેમજ અતિથિગણનું સ્વાગત કરવામાં આવ્યું. સાંસદ પુનમબેન માડમ દ્વારા રેલવે સુવિધાઓને વધારવાના નિરંતર પ્રયાસોની સરાહના કરી નિનાવેએ જણાવ્યું કે ટ્રેન નં. ૨૨૯૬૦ જામનગર-સુરત ઇન્ટરસીટી એકસપ્રેસ હવેથી જામવંથલી સ્ટેશન પર સવારે ૫.૧૭ વાગ્યે આવશે.. તથા ૫.૧૮ રવાના થશે. આવી જ રીતે પરત ફરતી ટ્રેન નં. ૨૨૯૫૯ સુરત-જામનગર ઇન્ટરસીટી એકસપ્રેસ જામવંથલી સ્ટેશન પર રાત્રે ૧૦.૫૨ વાગ્યે આવશ અને ૧૦.૫૩ રવાના થશે.
માડમે અ અવસરે જણાવ્યુ કે, છેલ્લા ૧૦ વર્ષથી સ્થાનીક લોકોની માંગ હતી કે જામનગર-સુરત ઇન્ટરસીટી એકસપ્રેસને જામવંથલી સ્ટેશન પર સ્ટોપેજ મળે આ રજુઆતને પૂર્ણ કરવામાં આવી છે. જેના માંડમે લોકોને અભિનંદન આપ્યા છે. કાર્યક્રમના અંતમાં વરિષ્ઠ મંડલ વાણિજય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્વે આભાર વ્યકત કર્યો હતો. આ કાર્યક્રમમાં જામવંથલીના સરપંચ મીનાબેન ટોરિયા, મેઘજીભાઇ ચાવડા, પરિચાલન પ્રબંધક ડો. જિવિષા જોશી, રાકેશકુમાર પુરોહિત સહીત મોટી સંખ્યામાં લોકો ઉ૫સ્થિત રહ્યા હતા.