રાજકોટની કેન્દ્રીય વિદ્યાલય, ડીપીએસ, જય ઈન્ટરનેશનલ, ધોળકિયા, સર્વોદય અને ક્રિષ્ના સહિતની સ્કુલોનું ૧૦૦ ટકા પરિણામ

ધો.૧૦ સીબીએસઈનું ૯૧.૦૧ ટકા પરીણામ જાહેર થયું છે. ૧૬ લાખ વિદ્યાર્થીઓએ આ વખતે પરીક્ષા આપી હતી. ગત વર્ષે ૮૬.૦૭ ટકા પરીણામ રહ્યું હતું જોકે આ વખતે વિદ્યાર્થીઓને પેપર આપવામાં સરળતા રહી હતી તેને કારણે પરીણામ ગત વર્ષ કરતાં ૫ ટકા ઉચું આવ્યું છે. દેશભરની વાત કરીએ તો ૯૦ ટકાથી વધુ માર્કસ મેળવનાર ૨.૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં દિલ્હી પબ્લીક સ્કુલ, કેન્દ્રીય વિદ્યાલય, જય ઈન્ટરનેશનલ સ્કુલ, ધોળકિયા સ્કુલ, સર્વોદય સ્કુલ અને ક્રિષ્ના સ્કુલ સહિતનું ૧૦૦ ટકા પરીણામ આવ્યું છે. સીબીએસઈ ધો.૧૦નાં પરીણામમાં જામનગરનો વિદ્યાર્થી આર્યન ઝા ટોપર રહ્યો છે. તેને ૫૦૦ માંથી ૪૯૯ માર્કસ પ્રાપ્ત કર્યા છે.

ગયા વર્ષે ઓલ ઈન્ડિયા ટોપર્સમાં ૧૩ વિદ્યાર્થીઓએ ૫૦૦ માંથી ૪૯૯ માર્કસ પ્રાપ્ત કર્યા હતા. ૨૫ વિદ્યાર્થીઓએ ૪૯૮ માર્કસ પ્રાપ્ત કર્યા હતા. આ વખતે સૌથી વહેલું રીઝલ્ટ આવ્યું છે. પરીક્ષાનાં ૩૨ દિવસ બાદ જ સીબીએસઈ ધો.૧૦નું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ૯૦.૧૪ ટકા છોકરાઓ પાસ થયા છે જયારે ૯૨.૪૫ ટકા છોકરીઓ પાસ થઈ છે.

જામનગરની નંદવિદ્યા નિકેતનમાં અભ્યાસ કરતો આર્યન સમગ્ર દેશમાં પ્રથમ રહ્યો છે ત્યારબાદ ખાવડીની અંબાણી સ્કુલમાં અભ્યાસ કરતી આયુષી શાહ દેશમાં ત્રીજા ક્રમે આવી છે. દિલ્હી પબ્લીક સ્કુલનો ધ્રુમીલ લોટીયા ૯૮.૬૦ ટકા સાથે રાજકોટમાં મોખરે રહ્યો છે. કેન્દ્રીય વિદ્યાલયનાં મૌલિક વાંજાને ૯૬.૦૮ ટકા સાથે સ્કુલ ફર્સ્ટ રહ્યો છે. જય ઈન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરતી પુજા બૈદ્ય ૯૪ ટકા તેમજ ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કુલનો અભિજીત શુકલાએ પણ ૯૪ ટકા પ્રાપ્ત કર્યા હતા. ધોળકિયા સ્કુલની શ્યામા ત્રિવેદીએ ૯૪.૪૦ ટકા માર્કસ મેળવ્યા છે ત્યારે સર્વોદય સ્કુલના પ્રિયાંશુ સાવલાનું ૯૭ ટકા માર્કસ મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ વખતે ધો.૧૦નું સીબીએસઈનું પરીણામ ગત વર્ષ કરતા ૫ ટકા વઘ્યું છે. સમગ્ર દેશભરમાં ૨.૩ લાખ વિદ્યાર્થીઓએ ૯૦ ટકાથી વધુ માર્કસ હાંસલ કર્યા છે. પરીક્ષાનાં ૩૨ દિવસ બાદ જ ધો.૧૦ સીબીએસઈનું પરીણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ભવિષ્યમાં ડોકટર બનવાની ઈચ્છા: આર્યન ઝા

Screenshot 2019 05 07 09 23 54 334 com.whatsapp

દેશમાં ટોપર આવનાર જામનગરની નંદવિદ્યા નિકેતન સ્કુલનાં આર્યન ઝાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ધો.૧૦ સીબીએસઈનું પરીણામ ગઈકાલે જાહેર થયું. મને ૫૦૦ માંથી ૪૯૯ માર્કસ પ્રાપ્ત થયા છે. આવું ધાર્યા બહારનું પરીણામ મેં કયારેય વિચાર્યું ન હતું. જોકે સમગ્ર દેશમાં હું ટોપર બન્યો છું ત્યારે મેં સૌપ્રથમ તો દેશનું ત્યારબાદ ગુજરાતનું અને જામનગર અને ખાસ તો મારી સ્કુલ નંદવિદ્યા નિકેતનનું ગૌરવ વધાર્યું છે. જયારે ૧૦માં ધોરણની શરૂઆત થઈ ત્યારથી જ હું અથાગ મહેનત કરતો હતો. સ્કુલમાં જે પણ અભ્યાસ કરાવવામાં આવતો તેનું રીવીઝન હું દરરોજ આવીને કરતો હતો ત્યારબાદ ધો.૧૦નાં અંતિમ બે મહિનામાં વાંચન માટેનો ટાઈમ મળ્યો ત્યારે હું સંપૂર્ણ ધ્યાન વાંચવામાં કેન્દ્રીત કરતો હતો. જે રીતે હું દેશનો ટોપર બન્યો છું તેનો જશ સૌપ્રથમ તો મારા માતા-પિતા નંદવિદ્યા નિકેતન સ્કુલનાં તમામ શિક્ષકો અને પ્રિન્સીપાલ તેમજ મારા મિત્રોને હું આપું છું. શરૂઆતથી જ મને ડોકટર બનવાની ઈચ્છા છે. હવે આગળ હું ૧૨ સાયન્સમાં ગ્રુપ-બીમાં અભ્યાસ કરવા ઈચ્છું છું.

આર્યન સ્વયં તૈયારી કરતો હતો: પિતા અશોકભાઈ ઝાScreenshot 2019 05 07 09 24 28 953 com.whatsapp

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન સીબીએસઈની ધો.૧૦ની ફાઈનલ પરીક્ષાનું પરીણામ જાહેર થતાં જામનગરનાં વિદ્યાર્થી આર્યન અશોકભાઈ ઝાએ ૫૦૦ માંથી ૪૯૯ માર્કસ મેળવી દેશનું ગૌરવ વધાર્યું છે ત્યારે આર્યનનાં પિતા અશોકભાઈ ઝાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આર્યન શરૂઆતથી જ સ્વયં તૈયારી કરતો હતો. કયારેય પણ આર્યનને મેં અભ્યાસ કરવા માટે દબાણ કર્યું નથી. જયારે અમે લોકો વાતચીત કરતાં હોય કે ટીવી જોતાં તો તે અન્ય રૂમમાં જઈ બારણું બંધ કરીને વાંચવા માંડતો. આર્યન ભણતો પણ ૧૦૦ ટકા અને રમતો પણ ૧૦૦ ટકા. હું અન્ય વિદ્યાર્થીઓને પણ કહું છું કે, ભલે પ્રથમ ન આવે પણ જે પણ કાંઈ કરે તે ૧૦૦ ટકા કરે. આર્યન ધો.૧ થી ૯ માં હંમેશા પ્રથમ નંબરે રહ્યો છે. આર્યનને હું જે પણ માર્ગદર્શન આપતો તે પોઝીટીવ રીતના તે સ્વિકારી લેતો. આર્યન આજે આ લેવલે પહોંચ્યો છે ત્યારે નંદવિદ્યા નિકેતનનાં આચાર્ય પાંડે તેમજ તેનાં શિક્ષકગણની જહેમતને આ શ્રેય જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.