શાળામાં ફાયર સેફટીના અમલ મામલે શાળા સંચાલકોને ચુસ્ત પાલન કરવા આદેશ અપાયો છે અને નિયમોનો ભંગ કરનાર શાળા સામે કડક કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે.
મહાનગરપાલિકામાં ફાયર શાખામાં શહેર તથા જિલ્લામાં આવેલ સ્કૂલમાં ફાયર સેફટી બાબતે એક મિટિંગ યોજવામાં આવી હતી. આ મીટીંગ કમિશનર સતીશ પટેલ તથા આસિસ્ટન્ટ કમિશનર ભાર્ગવ ડાંગર અને ચીફ ફાયર ઓફિસર બિશનોઈ અને જિલ્લા શિક્ષણ અધિકારી અને જામનગર તથા સ્કૂલના સંચાલકો આ મિટિંગમાં હાજર રહ્યા હતા. જ્યારે ગુજરાત હાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ રૂલ્સ તેમજ ગુજરાત ફાયર પ્રિવેન્શન ફ્રેન્ડ લાઈફ મેઝર્સ 2014 માં શેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેર સુધારા કરવામાં આવેલ તે અન્ય હવે સ્કૂલ બિલ્ડીંગમાં કયા પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવાના રહે છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું સંચાલકોના પ્રશ્ર્નનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. ફાયર શાખાના અગ્નિશામક સુરક્ષા ના વાંધા પ્રમાણપત્ર એન.ઓ.સી મેળવવા અને રીન્યુ કરવા તથા સ્કૂલમાં ફાયર બાબતે સાવચેતી અને સલામતી રાખવા બાબતે સૂચના આપવામાં આવી હતી.
ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝરસ એકટ 2013ની જોગવાઈઓ તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશોનું ચુસ્તપણે અમલવારી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી અન્યથા આગામી દિવસોમાં આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવશે.