- પાકિસ્તાન ડ્રગ્સ માફિયા સાથે કનેકનશન ધરાવતા ડ્રગ્સ પેડલરના જોડીયા ખાતેના મકાન પર જામનગર પોલીસ વડાનો દરોડો
- વોન્ટેડ ઇશા રાવ ન મળ્યો: રૂા.5 લાખની વીજ ચોરી પકડી બે વીજ કનેકશન કટ કરાવ્યા
દેશમાં ડ્રગ્સનું દુષ્ણ ફેલાવતા ગદારો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ મોરબીના જુંજુડા ગામેથી કરોડોની કિંમતના ડ્રગ્સ સાથે એડટીએસની ટીમ દ્વારા દરોડો પાડી દેશના કેટલાક ગદારોને ઝડપી લીધા હતા.
તપાસ દરમિયાન જોડીયાના ઇશા રાવ નામના શખ્સને પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા સાથે કનેકશન હોવાનું બહાર આવ્યું હતું તે હાલ ભુર્ગભમાં ઉતરી ગયો હોવાથી જામનગર જિલ્લા પોલીસ વડા પ્રમસુખ ડેલુ પોલીસના મોટા કાફલા સાથે જોડીયા ખાતે દરોડો પાડયો હતો.
ઇશા રાવ મળ્યો ન હતો પરંતુ તે વીજ ચોરી કરતો હોવાનું ધ્યાને આવતા પીજીવીસીએલની મદદથી તપાસ કરતા રૂાત.5 લાખની વીજ ચોરી થયાનું બહાર આવતા બે વીજ કનેકશન કટ કરી નાખવામાં આવ્યા છે. ડ્રગ્સનું દુષ્ણ ફેલવાતા દેશના ગદાર સામે પોલીસ દ્વારા ભીસ વધારવામાં આવી છે. આવા ડ્રગ્સ માફિયા પર પોલીસની તિસરી આંખ મંડાયેલી છે.
મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામમાંથી ગુજરાત એ.ટી.એસ. દ્વારા ડ્રગ્સનો મોટો જથ્થો વર્ષ 2021 માં પકડી પાડવામાં આવ્યો હતો, તે કેસ ના ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓમાંના બે આરોપી પૈકીનો એક ફરાર આરોપી ઈશા હુશેન રાવ, કે જેનું મકાન જોડીયામાં મોટો વાસ વિસ્તારમાં આવેલું છે, જ્યાં જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સમયે તેઓની સાથે જામનગર એસ.ઓ. જી. શાખાના ઇન્ચા. પો.ઇન્સ. આર.વી.વીંછી તથા તેમની ટીમ તથા જોડિયા ના પો.સબ. ઇન્સ. કે.આર. સીસોદીયા તથા તેમની ટીમ સાથે જોડાયા હતા.
જોડિયા ટાઉન માં ફરાર આરોપી ઈશા હુશેન રાવ તથા મુન્નાર ઉર્ફે જબ્બાર નૂરમામદ રાવના જોડિયાના રહેણાંકે પોલીસ વડા અને પોલીસ ટીમ સાથે પૂછપરછ માટે જતાં ફરારી આરોપી ઈશા હુશેન રાવ ઘરે હાજર મળી આવેલો નહીં. પરંતુ તે બંનેના રહેણાંકના આધાર માંગતા વીજળીનું લાઈટ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં લાઈટ બીલમાં વિજ વપરાશના બીલની રકમ નજીવી દર્શાવેલી હતી.
પરંતુ આ મકાનમાં મોટા પાયે વીજ ચોરી થતી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું.જેમાં ઘરમાં પાંચ એ.સી. સહિતના ઇલેક્ટ્રીક ઉપકરણો હોવા છતાં માત્ર નજીવું વીજ બીલ મળતું હોવાથી વીજ ચોરીના મામલે વીજ કંપનીના અધિકારીઓને બોલાવાયા હતા.
જેમાં બંને મકાનમાં મીટરમાં ટેમ્પરીગ કરી વીજ ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી વીજ કંપનીના અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરી તેઓના બન્નેના ઘરનું વીજ જોડાણ કટ કરાયું હતું. જેમાં આરોપી હુસેન ઈશા રાવને વીજ ચોરી અંગે 2,52,357.34 પૈસાનું વીજ ચોરીનું બિલ અપાયું છે. જ્યારે તેની સામે વીજ પોલીસ મથકમાં વીજ ચોરી અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બીજા રહેણાંક મકાનમાંથી પણ વિજ ચોરી મળી હોવાથી તે મકાનના વીજવપરાશ કરનાર સબીર નુરમામદભાઈ રાવ સામે પણ વીજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે, અને તેની સામે 2,70,411.89 પૈસાનું વીજ ચોરીનું બિલ ફટકાવામાં આવ્યું છે.તેમ પોલીસે આરોપીઓના ઘર માંથી આશરે 5 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી.