જામનગર સમાચાર
રાજ્ય સરકારની શ્રમિક કલ્યાણ માટેની શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સંચાલિત શ્રમિક અન્નપૂર્ણા યોજના ચાલુ થાય અને શ્રમિકોના બહોળા વર્ગને તેનો લાભ મળી શકે તે માટે શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્રને મંજૂરી આપવા રિવાબા જાડેજા દ્વારા માનનીય કેન્દ્રિય મંત્રી બલવંતસિંહ રાજપૂતને વિનંતી કરવામાં આવી હતી . રજૂઆત બાદ મુખ્ય અધિક સચિવ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને જરૂરી કાર્યવાહી કરી શરૂ કરશે તેવું બલવંતસિંહ રાજપૂત દ્વારા જણાવામાં આવ્યું હતું .