અબતક-જામનગર
વાવાઝોડામાં ઓછામાં ઓછા જાનમાલને નુકસાન થાય એ માટે તમામ જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી હતી. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારામાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને 22 જેટલા ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. વાવાઝોડાની આગાહીના પગલે જામનગર જિલ્લામાં બેડી બંદર સચાણા જેટી પર આવા જવા માટે તંત્રએ પ્રતિબંધ મૂકી દેવાયો હતો જ્યારે બીજી બાજુ જામનગરની ફાયર બ્રિગેડને પણ એલર્ટ કરાયું હતું.
જેને પગલે અંતે તાઉ-તે વાવાઝોડાનું સંકટ દૂર થયું છે અને લોકો માથેથી ખતરો ટળ્યો છે. જિલ્લામાં સંભવિત વાવાઝોડાના કારણે સલામતીના પગલાં રૂપે 2243 લોકોને આશ્રયસ્થાનમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે.998 જેટલા હોર્ડિંગ્સ ઉતરી લેવામાં આવ્યા છે. 25 જવાન અને બોટ સાથેની એક ટીમને જોડીયા અને ધ્રોલ તાલુકામાં તાકીદની બચાવ અને રાહતની કામગીરી અર્થે જોડીયા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.જિલ્લામાં વાવાઝોડાથી બચવા, રાહતની કામગીરી માટે મહેસુલ વિભાગની – 14, ફોરેસ્ટ વિભાગ-4, રોડ અને બિલ્ડીંગ – 6, આરોગ્ય વિભાગની- 12 જેટલી ચછઝ ટીમની રચના કરવામાં આવી છે.22 જેટલી 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય તાઉ-તે વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ થઇ ગયું છે. જો મેડિકલ ઇમરજન્સી આવી જાય તો તેને પહોંચી વળવા માટે પણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ માટે કોઇપણ પરિસ્થિતિનો સામનો કરી શકે એ માટે તમામ સાધનસામગ્રી સાથે 22 જેટલી 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
જામનગરના નવા બંદર અને બેડી બંદર પર 8 નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છેકે માછીમારી કરવા ગયેલા માછીમારો જિલ્લામાં પરત આવી ગયા છે. માછીમારોને જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખડેવા જણાવાયું છે અને કાંઠાના વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છેફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમ પર બોટ સહિતની તમામ સાધનસામગ્રી સાથે પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર છે.કાલાવડમાં સ્લમ વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે.તેમજ ખાનકોટડામાં કાચા મકાનમાં રહેતા 25 લોકોનું શાળામાં સ્થળાંતર કરાયું છે. લાઈઝન અધિકારી કિર્તન, મામલતદાર ઈશિતા, તાલુકા વિકાસ અધિકારી અને સમગ્ર સ્ટાફની કામગીરી ગ્રામ્ય વિસ્તારમાં સ્થળાંતર બાદ આશ્રય સ્થાનમાં જામનગર ગ્રામ્ય વિસ્તારમા શાળાઓમાં આપવામાં આવ્યો છે.
વાવાઝોડાની અસર પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા જામનગરવાસીને અપીલ
જામનગર મહાનગરપાલિકા દ્વારા વાવાઝોડા સામે પૂર્વ તૈયારી અને સાવચેતીના પગલાના ભાગરૂપે લોકોને અપીલ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હોર્ડિંગ બોર્ડ બેનર દૂર કરવાની કામગીરી પૂર્ણતાંના આરે છે. મોબાઈલ કંપનીના ટાવરોની સલામતી માટે જરૂરી પગલાં લેવા પર ટાવર કંપનીને ટકોર કરવામાં આવી છે. બીજી બાજુ ભયાનક વૃક્ષોના ટ્રીમિંગની કામગીરી સતત ચાલુ છે. જેમાં ભયજનક મકાનોના સર્વેની કામગીરી પૂર્ણ ભયજનક મકાન માલિકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી દેવામાં આવી છે ત્યારે શહેરના નીચાણવાળા વિસ્તારો માટે 28 પ્રાથમિક શાળાઓમાં આશ્રયસ્થાન વ્યવસ્થા કાર્યરત કર્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામતી રીતે ખસી જવા માઇક દ્વારા સતત સૂચના અપાઈ રહી છે, જેમાં દરેક વોર્ડ વાઇસ તાંત્રિક અધિકારીની આપાતકાલીન વ્યવસ્થા માટે નિમણૂક અને અમલવારી કરવા જણાવ્યું છે. શહેરમાં ઈમરજન્સી સેવા માટે 24 કલાક પ્રાથમિક આરોગ્ય સેવા માટે ઉપલબ્ધ રહેશે. જામનગર મહાનગરપાલિકાના કંટ્રોલરૂમ મોબાઈલ નંબર 9909011502, ફાયર શાખાના કંટ્રોલરૂમ નંબર 0288 2672208, આરોગ્ય વિભાગ કંટ્રોલરૂમ નંબર 9909011502 / 9512023431 / 32 જાહેર કર્યા છે.વીજપુરવઠો ખોરવાઈ જાય તેવા સંજોગોમાં શહેરની હોસ્પિટલો ખાતે વૈકલ્પિક પાવર સપ્લાય માટે પાવર બેંકની વ્યવસ્થા અને ઈમરજન્સી સેવા માટેની 50 જવાનો તથા એસબીની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.