જામનગર સમાચાર
જામનગરમાં બેડીનાકા વિસ્તારમાં વહેલી સવારે એસટી બસનું ટાયર પંચર થયું હતું, અને એસટી બસ માર્ગની વચ્ચે થંભી ગઈ હોવાથી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા, અને પોલીસને ભારે કવાયત કરવી પડી હતી. રાજકોટ થી જામનગર તરફ આવી રહેલી એક એસટી બસ આજે સવારે બેડી ગેઇટ વિસ્તારમાં પહોંચી હતી, તે સમયે એસટી બસના પાછલા ટાયરમાં એકાએક પંચર પડી ગયું હતું, અને એસટી બસ માર્ગની વચ્ચે થંભી ગઈ હતી.
વહેલી સવારે આ વિસ્તાર વાહનોથી ધમધમતો હોય છે, ત્યારે આ બસ માર્ગ ની વચ્ચે બંધ પડી હોવાના કારણે કેટલાય વાહન ચાલકો ફસાયા હતા, અને ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા હતા.ટ્રાફિક પોલીસને જાણ થવાથી પોલીસ દ્વારા ભારે કવાયત કરીને વહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો. એસટી બસ ના સ્ટાફ દ્વારા પણ પંચર થયેલું ટાયર સ્થળ પર બદલાવવા માટેના અનેક પ્રયત્નો કરાયા હતા. જેમાં સમય લાગતાં ટ્રાફિક જામ થયો હતો.