આયોજકો દ્વારા મોટી સંખ્યામાં શહેરીજનો કથાનું રસપાન કરી શકે તે માટે કરાઇ સુચારૂ વ્યવસ્થા: ભોજન માટે ૧૭થી વધુ રસોયાઓ તૈયાર કરશે સ્વાદિષ્ટ ભોજન: જાયન્ટ એલ.ઇ.ડી. સ્ક્રિન ઉપર કથા સ્થળ ઉપર કરાશે લાઇવ પ્રસારણ

છોટીકાશી જામનગરમાં ૧૬ વર્ષ બાદ મોરારીબાપુની રામકથાનો અનેરો અવસર આવ્યો છે. શનિવારથી જામનગર-ખંભાળિયા હાઇવે, સીવીલ એરપોર્ટ રોડ, તુલસી પાર્ટી પ્લોટની બાજુમાં શરૂ થઇ રહેલી રામકથામાં સત્સંગ, ભજન, અને ભોજનનો ત્રિવેણી સંગમ થશે. લોકો રામકથાનું સરળતાથી શ્રવણ કરી શકે તે માટે ૫૦૦ ફુટ લાંબા અને ૩૦૦ ફુટ પહોળા દોઢ લાખ ફુટના ત્રણ વોટરપ્રુફ ડોમનું નિમાર્ણ કરવામાં આવ્યું છે. રામકથામાં જુદા-જુદા ગામના અને જ્ઞાતિના ૩૦૦૦ થી વધુ સ્વયંસેવકો ખડેપગે સેવા આપશે. રામકથા સમિતિ દ્વારા રામકથા માટે સેવા આપશે. રામકથા સમિતિ દ્વારા રામકથા માટે તડામાર તૈયારી ચાલી રહી છે.

રામકથા અંગે માહિતી આપતા જેન્તીભાઇ ચાંદ્રાએ જણાવ્યું હતું કે, મોરારીબાપુની રામકથા માનસ ક્ષમાનું આયોજન સમસ્ત જામનગરવાસીઓ માટે કરવામાં આવ્યું છે. તા. ૭ સપ્ટેમ્બરના રામકથા શરૂ થશે. તે દિવસે કથાનો સમય સાંજે ૪ થી ૭ નો રહેશે. જયારે તા. ૮ થી ૧૫ સુધી કથાનો સમય સવારે ૯-૩૦ થી ૧-૩૦સુધીનો રહેશે. રવિવારે કથાનુ પુર્ણાહુતિ થશે. રામકથા તમામ જામનગરવાસીઓની હોય બેઠક વ્યવસ્થામાં કોઇ પાસ રાખવામાં આવ્યા નથી. કથાના શ્રાવણ માટે વિશાળ ત્રણ વોટરપ્રુફ ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાં મુખ્ય ડોમની બાજુમાં ઉભા કરાયેલા બંને ડોમમાં સીનીગયર સીટીઝન માટે ખુરશીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે બહોળી સંખ્યામાં કથાશ્રાવણ અને પ્રસાદનો લાભ લેવા જામનગરવાસીઓને અનુરોધ કર્યો છે.

રામકથામાં પ્રસાદ માટે એક લાખ ફુટમાં વોટરપ્રુફ ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાં દર ૧૦ મીનીટે ૧૦૦૦૦ વ્યક્તિ પ્રસાદ લઇ શકશે., કથા સ્થળે ૧૨૦૦ મોટરકાર સહિતના વાહનો પાર્ક કરવા પાર્કિંગની વ્યવસ્થા, કથામાં નાના-મોટાના ભેદભાવ વગર તમામ માટે એક રસોડામાં એક સરખો પ્રસાદ બનશે અને પીરસવામાં આવશે., કથા સ્થળે પહોંચવા માટે રીક્ષા તેમજ સીટી બસ સંચાલકો દ્વારા ભકતોને નજીવા દરે કથા સ્થળે પહોંચાડવા માટે સહમતી આપવામાં આવી છે., કથામાં સર્વધર્મ સમભાવ સાથે મુસ્લિમ સહીત અન્ય જ્ઞાતિના સ્વયંસેવકો પણ સેવા આપશે., કથા સ્થળે જામનગરની જી.જી.હોસ્પિટલ અને ગોકુલ હોસ્પિટલ દ્વારા વિના મુલ્યે પ્રાથમિક સારવાર અને દવા મળી રહે તે માટે ખાસ આયોજન. કથા સ્થળે ખાનગી સિકયુરીટી અને સીસીટીવી કેમેરાથી વોચ રાખવામાં આવશે., કથામાં આજુબાજુના ૫૦ થી વધુ ગામના સરપંચ, અગ્રણી અને સ્વયંસેવકો સેવા આપશે., કથા દરમ્યાન જી.જી.હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર્દીઓને કોઇપણ પ્રકારની વધારાની સારવારની જરૂર જણાશે તો વિનામુલ્યે કરી આપવામાં આવશે. કથા સ્થળે પાર્કિંગથી સીનીયર સીટીઝનોને કથાના ડોમ સુધી પહોંચાડવા માટે ઇ-વ્હીકલની વ્યવસ્થા કરવામાં આવી છે.

કથામાં દેશ-વિદેશથી આવનાર ૩૦૦૦ થી વધુ રામભકત મહેમાનો માટે ૨૦૦ થી વધુ ફલેટ, ટેનામેન્ટ જામનગર બિલ્ડરોએ વિનામુલ્યે પુરા પાડ્યા છે. જામનગરની અનેક જ્ઞાતિઓ પોતાની વાડીઓમાં ઉતારા આપ્યા છે. સ્વામિનારાયણ ગુરૂકુળના ગોવિંદસ્વામી દ્વારા ગુરૂકુળમાં ૫૦૦ થી વધુ લોકોના ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગ હોટલ એસોસીએશન દ્વારા પણ રામકથા માટે આવતા ભકતો માટે મોટા ડીસ્કાઉન્ટ સાથે રૂમ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે.

કથામાં દરરોજ ૭૫ હજારથી વધુ લોકો સરળતાથી બેસીને કથા રસ માણી શકશે. આ જ રીતે આવનાર તમામ ભકતને પ્રસાદ માટે રસોડામાં ઇડરની ૧૭ રસોયાની ટીમ ભાવતા પકવાન બનાવશે.

કથા માણવા માટે શહેરના અંધાશ્રમ, વૃધ્ધાશ્રમ, અપંગાશ્રમમાં રહેનારા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. કથામાં એન્ટી માટે એટલે કે આવાગમન માટે પાંચ દરવાજા રાખવામાં આવ્યા છે. કથામાં કોઇપણ પ્રકારનો ફાળો લેવામાં આવનાર નથી. કથામાં બહારગામથી આવનાર મહેમાનો માટે પૂછપરછ માટે વિપુલ ગ્રીન સમર્પણ હોસ્પિટલ પાસે પુછપરછ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.

રામકથાની તૈયારી અને આયોજનમાં જામ્યુકોના અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસતંત્ર, જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, પીજીવીસીએલ તથા શહેરના અગ્રણીઓ અને નાના વ્યક્તિઓનો સહયોગ મળી રહ્યો છે.

રામકથામાં ડોમમાં પાછળના ભાગે બેસેલા અને મુખ્ય ડોમની બાજુમાં આવેલા બે ડોમમાં બેસેલા રામકતો માટે ૨૨ ફુટ મોટી એલઇડી સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉદ્દઉપરાંત કથાનું આસ્થા ચેનલ પરથી લાઇવ પ્રસારણ થશે. રામકથાના શ્રાવણ માટે અલ્ટ્રા સોનીક લેટેસ્ટ સાઉન્ડ સીસ્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.