જામનગર સમાચાર
જામનગરમાં નાગનાથ ગેઇટ ચોકડી પાસે ગઈકાલે રાત્રે મહાનગરપાલિકાની પાણીની મુખ્ય પાઇપલાઇનમાં એકાએક ભંગાણ સર્જાયું હતું, અને લીકેજ થવાથી પાણી વહેવા લાગ્યું હતું. જે અંગેની જાણકારી મળતાં મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું હતું, અને પાણીનો સપ્લાય બંધ કરાવીને ચાર કલાક ની કવાયત બાદ લીકેજ દૂર કરી લેવાયું છે. જામનગરમાં નાગનાથ કે ચોકડી પાસે જૂની પોલીસ ચોકી વાળી જગ્યા પાસે થી પસાર થતી મહાનગરપાલિકાની પાણીને મુખ્ય પાઇપલાઇન માં વેલ્ડીંગ નો ભાગ છૂટો પડ્યો હોવાના કારણે પાઇપલાઇનમાં તિરાડ પડી હતી, અને પાણી વહેવા લાગ્યું હતું.
જે પાણીના લીકેજ અંગેની જાણકારી મળતાં જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કર શાખા ના મુખ્ય અધિકારી નરેશભાઈ પટેલ તુરતજ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને સૌપ્રથમ પાણી નો પ્રવાહ બંધ કરાવી દેવાયો હતો. ત્યારબાદ મરામત નું કામ કરતી ટુકડીને દોડતી કરાવાઈ હતી, અને રાત્રિના સમયે ગેસ વેલ્ડીંગ સહિતની પ્રક્રિયાઓ હાથ ધરીને ચાર કલાકની જહેમત બાદ લીકેજને દૂર કરી લેવાયું હતું, અને ફરીથી અડધી રાત્રે પાઇપલાઇનમાં પાણીનો પ્રવાહ વહેતો કરી દેવાયો હતો.