Jamnagar:: મહાનગરપાલિકાની સ્ટે.કમિટીની બેઠક યોજવામાં આવી હતી.જેમાં કુલ રૂપિયા 17 કરોડ 38 લાખના ખર્ચ અને રૂપિયા 10 લાખની આવકની દરખાસ્તોને મંજૂર કરવામાં આવી હતી. જેમા PM ઈ-બસ સેવા અંતર્ગત ઈ-બસ ડેપો, ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન, વહીવટી બિલ્ડિંગ વગેરેની દરખાસ્ત માટે રૂપિયા 13 કરોડ, 70 લાખનાં ખર્ચનો સમાવેશ થાય છે.

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં 11સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્ના સોઢા, મ્યુનિ. કમિશનર ડી એન મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાલક્ષ્મી બંગલોથી પ્રણામી ટાઉનશીપ – ૫ થી કિચનએજ હોટલ થઈ, જ્યાં નાઘેડી બાયપાસ જંકશન સુધી સ્ટ્રોમ વોટર બોકસ કેનાલ તથા મહાલક્ષ્મી બંગલોથી પ્રણામી ટાઉનશીપ-૫ સુધી CC રોડ બનાવવાની દરખાસ્ત રિટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો. જ્યાં એરફોર્સ-૨ થી ઋષિ બંગલો થઈ સત્યમ કોલોની અન્ડર બ્રિજ થઈ 1404 આવાસ યોજનાથી, શિવમપાર્ક થઈને દિગ્જામ રેલવે ક્રોસિંગ સુધી સ્ટ્રોમ વોટર બોક્સ કેનાલ બનાવવાની દરખાસ્ત અંગે પણ રિટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો.

PM ઈ-બસ સેવા અંતર્ગત ઈ-બસ ડેપો, ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન, ઈલેક્ટ્રીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વહીવટી બિલ્ડિંગના કામની દરખાસ્ત અન્વયે રૂપિયા 13 કરોડ 70 લાખ નો ખર્ચ મંજૂર કરાયો હતો. જે અન્નપૂર્ણા સર્કલથી કાલાવડ રોડ ના જંક્શન પર ટોય સર્કલ બનાવવા માટે રૂપિયા 16.14 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. વોર્ડ નં 16 અને12 માં કીર્તિ પાનથી વાયા હર્ષદમીલની ચાલીથી લઈ બાકી રહેતા DP રોડ માં મેટલ રોડ બનાવવા માટે વધારાના રૂપિયા 7.28 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.

ચોમાસા દરમ્યાન ભાડાથી હાઈડ્રોલિક એસ્કેવેટર તથા ટ્રેક્ટર વિથ ટ્રોલી માટે રૂપિયા 20 લાખ, દરેડથી લાખોટા તળાવ સુધી આવતી ફીડીંગ કેનાલમાં GIDC ઉદ્યોગનગરના પાણી ભળે નહીં તેના નિકાલ માટે પાઈપ ડ્રેનેજના કામ માટે રૂપિયા 24.67 લાખ , તેમજ વોર્ડ નં. 8 અને 14 માં MESએરિયાથી 49 દિ.પ્લોટ મેઈન રોડથી ઓપન કેનાલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પાઈપલાઈનના કામ માટે રૂપિયા 24.96 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. વોર્ડ નં. 1,6 અને 7 માં ટ્રાફિક વર્કના કામ માટે રૂપિયા 5 લાખ કેબલ લાઈનના લેઈંગ કામ માટે કરવામાં આવેલ ટ્રેન્ચ માં સીસી ચિરોડા માટે રૂ. 10 લાખના વધારા નો ખર્ચ મંજૂર કરાયો હતો. જ્યારે વોડ નં.5 ,9,13, 14 માં ગટર વર્કના કામ માટે વધારાના રૂપિયા 15 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.

વોર્ડ નં. 16 માં ખાનગી સોસાયટીઓમાં તથા હાઉસિંગ બોર્ડની વસાહતો અને અન્ય રહેણાક વિસ્તારોમાં લોક ભાગીદારીથી માળખાકીય સુવિધાઓ ના વિકાસ માટે રૂપિયા 17.71 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.

મ્યુનિ. હાઈસ્કૂલના સંચાલન અંગેની નિભાવ ગ્રાન્ટ માટે રૂપિયા 4 લાખ 50 હજાર ચૂકવવા નિર્ણય લેવાયો હતો. મહાનગપાલિકાની જુદી-જુદી શાખાના અને જુદા-જુદા પ્રકારના ભંગાર માલસામાન વેંચાણ કરવાનો નિર્ણય લેવાયો હતો. જે અન્વયે મહાનગરપાલિકાને રૂપિયા10 લાખની આવક થશે. સોલિડ વેસ્ટ શાખાના કાર્યપાલક ઈજનેર માટે મોટર ભાડે રાખવા વાર્ષિક રૂપિયા 4.20 લાખ, અર્બન પ્લાનરની જગ્યા પર કોન્ટ્રાક્ટ બેઝ થી 11 માસ માટે નવી નિમણૂક આપવા નિર્ણય કરાયો હતો.

DYSP બંગલાથી મિગ કોલોની સુધીના 18 મી. પહોળાઈના DP રોડની અમલવારીનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યા બાદ આ રસ્તો ખુલ્લો કરવા જરૂરી કામગીરી હાથ ધરવા નિર્ણય લેવાયો હતો. જ્યારે જ્ઞાનશક્તિ સર્કલથી સીતારામ સોસાયટી સુધી 75 મી. ના બાયપાસ રોડને જોડતા ૨૪ મી. પહોળા DP રોડની અમલવારી માટે આ રસ્તો ખુલ્લો કરવા માટે ધોરણસર કાર્યવાહી કરવા માટે નિર્ણય લેવાયો હતો.

જ્ઞાનશક્તિ સર્કલથી સમર્પણ સર્કલ સુધીનો 30 મી. પહોળા DP રોડ માટે લાઈનદોરી મંજૂર કરવામાં આવી અને વાંધા -સૂચનો મંગાવી જરૂરી કાર્યવાહી મંજૂર કરવામાં આવી હતી. પંચેશ્વર ટાવરથી આણદાબાવા ચકલા થઈ ચાંદી બજાર સુધી ભૂગર્ભ ગટરની પાઈપલાઈન માટે રૂપિયા 40.96 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.

 

અહેવાલ: સાગર સંઘાણી

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.