કંપનીનાં કર્મચારીએ ટીપ આપી લૂંટની ઘટનાને અંજામ અપાયો: રોકડા રૂા.૫.૨૦ લાખ, કાર અને બાઈક કબ્જે કર્યુ: ડીવાયએસપી એ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીનાં ઈન્ચાર્જ પી.આઈ. કે.કે.ગોહીલ સહિતના સ્ટાફને મળી સફળતા
જામનગર શહેરનાં સમર્પણ હોસ્પિટલ નજીક બે દિવસ પૂર્વે રાઈટર સેફ ગાર્ડની કેસલેશ કંપનીનાં કર્મચારીને બંદુકની અણીએ રૂા.૧૧.૧૯ લાખની રોકડ ભરેલા થેલાની ધોળે દિવસે થયેલી લુંટનો ભેદ ઉકેલી કંપનીના કર્મચારી સહિત ૫ શખ્સોની ધરપકડ કરી રોકડ રૂપિયા ૫.૨૦ લાખ, કાર અને બાઈક સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. ડીવાયએસપી એ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને સીટી સી.પોલીસ સ્ટેશન સહિતના સ્ટાફે કરેલી કામગીરીને જીલ્લા પોલીસવડા સરદ સિંઘલે બીરદાવી હતી.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ જામનગર શહેરના મંગલદિપ સોસાયટીમાં રહેતા અને રાઈટર સેફ ગાર્ડની કેસલેશ કંપનીમાં નોકરી કરતા આલાભાઈ ભીખાભાઈ રાઠોડ નામના કર્મચારી અલગ-અલગ પેઢીના રૂપિયા ૧૧.૧૯ લાખની રોકડ બેંકનાં ભરણામાં ભરવા જતા હતા ત્યારે સત્યમ કોલોની અન્ડર બ્રિજ પાસે પહોંચ્યા ત્યારે બાઈક પર આવેલા ૩ શખ્સોએ રીવોલ્વરની અણીએ રૂા.૧૧.૧૯ લાખની લુંટ ચલાવી નાસી છુટયાની જામનગર સીટી સી.પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
આ બનાવને ગંભીરતા લઈ જીલ્લા પોલીસ વડા સરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ પ્રો.એ.એસ.પી. સફીન હફન અને ડીવાયએસપી એ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળના એલ.સી.બી.ના ઈન્ચાજર પી.આઈ. કે.કે.ગોહીલ સહિતનો સ્ટાફે જીલ્લા ભરમાં નાકાબંધી કરી અને સીસી ટીવી કેમેરા તેમજ ઈલેકટ્રોનીક માઘ્યમનો ઉપયોગથી લુંટનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ આદર્યો હતો.
એલસીબીના પી.આઈ. કે.કે.ગોહીલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે લુંટમાં રાઈટર સેફ ગાર્ડની કેસલેશ કંપનીનાં કર્મચારી ભાવીન પ્રદિપ હેડાવે નામના શખ્સે ટીપ આપ્યાનુ ખુલતા પોલીસે ભાવીન હેડાવની અટકાયત કરી આકરી પુછપરછ કરતા તેણે ટીપ આપેલી કબુલાતના આધારે પોલીસે ઢેબા ગામના ચીરાગ સતીષચંદ્ર પંડયા, ઈરફાન ઉર્ફે બેટરી કરીમ સંધી, સબીર ઉર્ફે સબલો ઉર્ફે ડમી હનીફ સિંધી અને ધારાગઢનો ફારૂક ઈબ્રાહીમ શેઢાની સહિતના શખ્સો ઢેબા ગામ નજીક બાવળની કાંટમાં લુંટના પૈસાનો ભાગ બટાઈ કરતા હોવાની મળેલી માહિતીના આધારે પોલીસે સબીર, ફારૂક અને ઈરફાન ઢેબાની ધરપકડ કરી હતી.
પોલીસે ઉપરોક્ત પાંચેય શખ્સોની ધરપકડ પ્રાથમીક પુછપરછ કરતા કંપની કર્મચારીના ટીપના આધારે અંજામ આપ્યાની તેમજ લુંટ ચલાવી ખાલી થેલો તેમજ ફરીયાદીના મોબાઈલ કનસુમરા ગામની બાવળની કાટમાં ફેંકી દીધો હતો. તેમજ આ લુંટમાં સંડોવાયેલો અન્ય આરોપી અનીસ અસરફ ખલીફાની શોધખોળ હાથ ધરી છે. તેમજ પોલીસે રોકડા ૫.૨૦ લાખ, કાર અને બાઈક મળી મુદામાલ કબ્જે કર્યો છે. આ કાર્યવાહી એલસીબીના ઈન્ચાજર્ પી.આઈ. કે.કે.ગોહીલ, પી.એસ.આઈ. આર.બી.ગોજીયા, સીટી સી.પોલીસ સ્ટેશનનાં એમ.એ.ઝલુ, પી.એસ.આઈ. જે.સી.ગોહીલ અને પી.એસ.આઈ. એ.ડી.વાળા સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.