બે વર્ષ દરમિયાન મળેલા અભૂતપૂર્વ સહકાર બાદ યુવા ગ્રુપ દ્વારા આવતા વર્ષે પણ ગણેશોત્સવ ઉજવાશે

સમગ્ર શહેરમાં ઠેર-ઠેર વિઘ્નહર્તાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ભકિતભાવથી બિરાજીત કરાયેલા ગણેશને લાડ લડાવવામાં આવે છે. કયાંક ૯ વર્ષથી તો કયાંક ૧૦ થી ૧૫ વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે જામનગર રોડ કા રાજાનું યુવા ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. વિક્રમભાઈ શિયાળે અબતકનો આભાર વ્યકત કરતા જણાવ્યું કે, આ અમારો પ્રથમ વખત ગણપતિ મહોત્સવ છે. આ આયોજનમાં અમને ખુબ સરસ સહકાર મળેલ છે અને અમે આવતા વર્ષે પણ આનાથી પણ વધારે સારું આયોજન કરવાના છીએ જેમાં અમે અમારા ખાસ યુવા કાર્યકર્તાને જોડીશું.

1 5

જયારે અભિરાજસિંહ જાડેજાએ અબતક સાથેની વાતચીતમાં આભાર માનતા જણાવ્યું હતું કે, ધરમ ગ્રુપ, બંસીધર ગ્રુપ દ્વારા આ ગણપતિ આયોજન કરવામાં આવ્યું છે જે અમે પ્રથમ વખત કરી રહ્યા છીએ. આવો સપોટ અમને મળ્યો તે બદલ હું આભારી છું અને આવનાર આયોજનમાં પણ આવો જ સહકાર મળે તેવી આશા રાખું છું.

2 4

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.